UP/ સોમનાથ ભારતી પર ફેંકવામાં આવી શાહી, ગુસ્સામાં બોલ્યા – યોગીનું મોત…..

સોમનાથ ભારતી મંગળવારે રાયબરેલીમાં આમ આદમી પાર્ટીની ઓફિસમાં બેઠક કરી રહ્યા હતા અને એવો આક્ષેપ કરવામાં આવે છે કે તેમણે ત્યાંની સરકાર વિરુદ્ધ કોઈ ટિપ્પણી કરી હતી, જે સાંભળીને ત્યાં કેટલાક ભાજપના કાર્યકરો ત્યાં ભેગા થયા હતા,

Top Stories India
a 156 સોમનાથ ભારતી પર ફેંકવામાં આવી શાહી, ગુસ્સામાં બોલ્યા - યોગીનું મોત.....

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં આમ આદમી પાર્ટી (આપ) ના ધારાસભ્ય સોમનાથ ભારતી પર કાળી શાહી ફેંકવામાં આવી છે. સિંચાઇ વિભાગના ગેસ્ટ હાઉસમાં સોમનાથ ભારતી ઉપર ત્યારે શાહી ફેંકવામાં આવી જ્યારે તેઓ જિલ્લાની હોસ્પિટલોની મુલાકાતે આવી રહ્યા હતા. માત્ર શાહી જ ફેંકવા નથી આવી સાથે સાથે તેમની સામે મુર્દાબાદના સૂત્રોચ્ચાર પણ કરાયા હતા. આ દરમિયાન સોમનાથના પોલીસ અધિકારીઓની સાથે પણ બોલાચાલી થઇ હતી. પોલીસે શાહી ફેંકનારને પકડીને કોતવાલી લઇ ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સોમનાથ ભારતી મંગળવારે રાયબરેલીમાં આમ આદમી પાર્ટીની ઓફિસમાં બેઠક કરી રહ્યા હતા અને એવો આક્ષેપ કરવામાં આવે છે કે તેમણે ત્યાંની સરકાર વિરુદ્ધ કોઈ ટિપ્પણી કરી હતી, જે સાંભળીને ત્યાં કેટલાક ભાજપના કાર્યકરો ત્યાં ભેગા થયા હતા, આ દરમિયાન ત્યાંની પોલીસ પણ પહોંચી હતી અને જ્યારે સોમનાથ ભારતી પોલીસ સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે એક કાર્યકરે તેમની ઉપર શાહી ફેંકી હતી. સોમનાથ ભારતી ઉપર શાહી ફેંકનાર છોકરાની પોલીસ પૂછપરછ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે સોમનાથ ભારતી તેમની બેઠકમાં વાંધાજનક વાતો કહી રહ્યા હતા.

શાહી ફેંક્યા પછી પણ સોમનાથ ભારતીય પોલીસ સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તે ખૂબ ગુસ્સે હતા અને પોલીસને કહી રહ્યા હતા કે “યોગીનું મોત નિશ્ચિત છે”. સોમનાથ ભારતીયા સાથે ઉભા રહેલા ઘણા કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે પોલીસ સાથે મળીને આ કામ કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ સોમનાથ ભારતીયના નિવેદનનો તે વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જેમાં તેમણે મુખ્યમંત્રી યોગી વિશે વાંધાજનક વાતો કરી છે.

નોંધપાત્ર વાત એ છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ 2022 માં યોજાનારી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે અને તે જોતાં હવે દિલ્હીથી આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ ઉત્તર પ્રદેશની મુલાકાતે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો