Rajkot/ સુસાઇડ કે હત્યા ? રાજકોટમાં ઝાડ પર લટકતી જોવા મળી યુવકની લાશ

જકોટના જૂના રેલવે સ્ટેશન પાસે ઝાડ પર લટકતી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે, જેને લઈને અરેરાટી વ્યાપી ગઈ છે. જો કે આ યુવાનની હત્યા કરવામાં આવી છે કે આત્મહત્યા છે, તેનું કારણ હજી અકબંધ છે.

Gujarat Rajkot
a 277 સુસાઇડ કે હત્યા ? રાજકોટમાં ઝાડ પર લટકતી જોવા મળી યુવકની લાશ

ગુજરાતમાં 4  મહાનગરોમાં રાજકોટનો સમાવેશ થાય છે અને આ શહેર આજે વિકાસના ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યું છે, જો કે બીજી તરફ રાજકોટમાં હવે આત્મહત્યા અને હત્યાની ઘટનાઓ પણ વધી રહી છે.

આ જ રીતે રાજકોટના જૂના રેલવે સ્ટેશન પાસે ઝાડ પર લટકતી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે, જેને લઈને અરેરાટી વ્યાપી ગઈ છે. જો કે આ યુવાનની હત્યા કરવામાં આવી છે કે આત્મહત્યા છે, તેનું કારણ હજી અકબંધ છે.

બીજી તરફ આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી, જેથી પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને PM માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઘટનાની તપાસ કરતા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતાં યુવકના ખિસ્સામાંથી યુવકનું આધારકાર્ડ મળી આવ્યું છે, જેમાં મૃતકનું નામ સંદીપ હોવાનું સામે આવ્યું છે, જેથી પોલીસે આધારકાર્ડના આધારે પરિવારના લોકોની શોધખોળ હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો