Viral Video/ પોતાના જ લગ્નમાં બળજબરીથી આવ્યા હોય તેવુ કરી રહ્યા છે આ કન્યા અને વરરાજા

રમૂજી વીડિયોથી ભરેલા સોશિયલ મીડિયામાં જો તમે નજર નાખશો તમને ઘણા એવા વીડિયો પણ જોવા મળશે કે જેને જોયા બાદ તમને હસુ પણ આવશે અને નવાઇ પણ લાગશે. 

Videos
લગ્નમાં

રમૂજી વીડિયોથી ભરેલા સોશિયલ મીડિયામાં જો તમે નજર નાખશો તમને ઘણા એવા વીડિયો પણ જોવા મળશે કે જેને જોયા બાદ તમને હસુ પણ આવશે અને નવાઇ પણ લાગશે. સોશિયલ મીડિયા પર આજકાલ લગ્નનાં ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. લોકો ઘણીવાર લગ્નમાં હસતા અને મસ્તી કરતા જોવા મળે છે. પરંતુ બધા જ લગ્ન આવા નથી હોતા.

આ પણ વાંચો – અબજોપતિઓને પણ નડ્યો કોરોના / દેશમાં 100 કરોડ રૂપિયાથી વધુ કમાતા લોકોની સંખ્યા ઘટી – નાણામંત્રીએ માહિતી આપી

તાજેતરમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં વર અને કન્યા બંને ગુસ્સા સાથે જોવા મળી રહ્યા છે. વીડિયો જોઈને લોકો કહી રહ્યા છે કે તેમના લગ્ન બળજબરીથી કરવામાં આવી રહ્યા છે. વીડિયો જોઈને તમને ખ્યાલ આવશે કે કન્યા અને વરરાજા બંને કોઇ વાતને લઇને ભારે ગુસ્સે થયા છે. જલ્દી જ માળા નાખવાનો સમય આવે છે, કન્યા વરરાજાનાં ગળામાં માળા મૂકે છે ત્યારે એવુ લાગે છે કે તે માળા પહેરાવી રહી નથી પરંતુ ફેંકી રહી છે. વળી, જ્યારે વર કન્યાનાં ગળામાં માળા મૂકે છે, ત્યારે તેની શૈલી પણ ગુસ્સેથી ભરેલી જોવા મળે છે, કન્યાનાં ગળામાંથી માળા નીચે પડે છે. પણ તેને જાણે કઈ પડી જ નથી.

આ પણ વાંચો – OMG! / ગુજરાતના આ મંદિર જ્યાં પ્રાચીન કાળી માટીના માટલાંમાં 600 વર્ષથી એવુંને એવું ઘી સચવાયેલું છે, દુર્ગંધ કે જીવાત પણ પડતી નથી

બંને લોકો માળા આવી રીતે પહેરે છે જાણે તેમના જ લગ્નમાં તેમને બળજબરીથી બોલાવવામાં આવ્યા હોય. આ વીડિયો જોયા બાદ એકવાર તમારી હસી નીકળી જશે. હવે આ વીડિયો વાયરલ થયા બાદ લોકો સોશિયલ મીડિયા પર તેને ખૂબ એન્જોય કરી રહ્યા છે.