Viral Video/ દુલ્હને સ્ટેજ પર કર્યું ફાયરિંગ, તો ફરાર થઈ ગયો દુલ્હો… વીડિયોમાં જુઓ સમગ્ર ઘટના

લગ્ન સમારોહ દરમિયાન દુલ્હા-દુલ્હને લાયસન્સવાળી બંદૂકથી ફાયરિંગ કર્યું હતું. પહેલા દુલ્હાએ બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું. દરમિયાન દુલ્હન  પાસે બંદૂક હતી.

Videos
ફાયરિંગ

આજકાલ દરેક વ્યક્તિ પોતાના લગ્નને ખાસ અને ચર્ચામાં રાખવા માટે કંઈક અલગ જ કરે છે. પરંતુ આ દરમિયાન ઘણા લોકો શાન-શોખમાં ગુના પણ કરે છે. આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશના ચંબલ ડિવિઝનમાંથી સામે આવ્યો છે. જ્યાં પહેલા દુલ્હાએ સ્ટેજ પર ફાયરિંગ કર્યું, ત્યારબાદ દુલ્હન પણ ફાયરિંગ  કરતી જોવા મળી.

આ પણ વાંચો :સ્કૂલ ડ્રેસમાં જતી છોકરીને છોકરાએ કર્યું આ રીતે પ્રપોઝ, થોડા નખરાં કર્યા બાદ છોકરીએ કહ્યું…   

વાસ્તવમાં આ મામલો સોમવારે ગ્વાલિયરથી સામે આવ્યો છે. જ્યાં લગ્ન સમારોહ દરમિયાન દુલ્હા-દુલ્હને લાયસન્સવાળી બંદૂકથી ફાયરિંગ કર્યું હતું. પહેલા દુલ્હાએ બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું. દરમિયાન દુલ્હન પાસે બંદૂક હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જેના માટે લોકો અનેક પ્રકારની કોમેન્ટ પણ કરી રહ્યા છે.

આ વીડિયો વાયરલ થતા જ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ છે. એડિશનલ એસપી ક્રાઈમ રાજેશ દાંડોટિયાએ દુલ્હા-દુલ્હન વિરુદ્ધ કેસ નોંધવાના આદેશ આપ્યા છે. સાથે જ તેમણે કહ્યું કે દુલ્હાની શોધ ચાલુ છે. તેમને ટૂંક સમયમાં જ કસ્ટડીમાં લેવામાં આવશે. જણાવી દઈએ કે વરરાજા લગ્ન કર્યા બાદ ફરાર હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો :ચાલાકીથી દીપડાએ કૂતરા પર કર્યો હુમલો, પછી જે થયું તેનો વીડિયો જોઈ….

આ પણ વાંચો :આ દીકરીની વાત સાંભળીને દરેક માતા-પિતાને થશે ગર્વ, જુઓ તમે પણ આ વાયરલ વીડિયો

આ પણ વાંચો :‘…તારા જેવું કોઈ નહીં હોય, કદાચ હું તેમાંથી એક છું’ : લતા મંગેશકર

આ પણ વાંચો :શું તમે ક્યારેય હાથીને પેઇન્ટિંગ કરતાં જોયો છે? આ વીડિયો તમને કરી દેશે આશ્ચર્યચકિત