Rajkot/ આ કારણસર લગ્નમાંથી પોલીસ ઉઠાવી ગઈ વરરાજાના પિતાને

કોરોના સંક્રમણ વધતાં રાત્રી કર્ફ્યુ લાદવામાં આવ્યું છે. આ સમય દરમિયાન સરકારે કોઈપણ સામાજિક અને સંબંધિત કાર્યક્રમમાં પ્રતિબંધ મૂક્યો છે. પરંતુ, ગુજરાતના રાજકોટમાં રાત્રીના કર્ફ્યુ દરમિયાન લગ્ન

Rajkot Gujarat
a 22 આ કારણસર લગ્નમાંથી પોલીસ ઉઠાવી ગઈ વરરાજાના પિતાને

કોરોના સંક્રમણ વધતાં રાત્રી કર્ફ્યુ લાદવામાં આવ્યું છે. આ સમય દરમિયાન સરકારે કોઈપણ સામાજિક અને સંબંધિત કાર્યક્રમમાં પ્રતિબંધ મૂક્યો છે. પરંતુ, ગુજરાતના રાજકોટમાં રાત્રીના કર્ફ્યુ દરમિયાન લગ્નના આયોજન માટે વરરાજાના પિતા વિરુદ્ધ પોલીસે ફ્રુયાદ નોંધી ધરપકડ કરી છે.

હકીકતમાં રાજકોટના યુનિવર્સિટી પોલીસે શહેરના સાધુવાસવાણી રોડ પર સ્થિત વિશ્વકર્મા સોસાયટીમાં રાત્રિ દરમિયાન લગ્નના આયોજન માટે વરરાજાના પિતા ગેલાભાઇ રાહાભાઇ કીલ્હા સામે એફઆઈઆર નોંધી છે.

આ પણ વાંચો : રાજકોટ મનપાનો સપાટો : 3 દિવસોમાં 907 સ્ક્રીનીંગ અને 626 ટેસ્ટીંગ, 9 પોઝિટિવ મળ્યા

તે જ સમયે, ગુરુ નાનક જયંતિના દિવસે પંજાબી હોટેલના ચાલુ રાખવા પર ઓપરેટર મુકેશસિંહ ભગતસિંહ ડાંગીની પણ ધરપકડ કરવામાં આવી છે. બંને સામે કર્ફ્યુનું ઉલ્લંઘન કરવા બદલ કલમ 130 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

રાજકોટ શહેરના ડીસીપી ઝોન -2 મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રહેવાસીઓને જાણ કરવામાં આવી હતી કે, રાત્રે કોઈ પણ રીતે સામાજિક કાર્યક્રમ યોજવામાં આવશે નહીં. આ પછી પણ લોકો પોલીસ સૂચનાનું ઉલ્લંઘન કરી રહ્યા છે.

આ પણ વાંચો : રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ યથાવત, હવે જામનગરમાં સગીરા પર નરાધમે કર્યો બળાત્કાર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…