Not Set/ બ્રિટનવાસીઓને એક માસ સુધી હજુ પણ લોકડાઉનમાં રહેવુ પડે તેવી શક્યતા

બ્રિટનમાં વધી શકે છે લોકડાઉન

World
Untitled 4 બ્રિટનવાસીઓને એક માસ સુધી હજુ પણ લોકડાઉનમાં રહેવુ પડે તેવી શક્યતા

કોરોના મહામારીના ત્રીજા તબ્બકાના ડરના લીધે બ્રિટનમાં લોકડાઉનને સંપૂર્ણ રીતે સમાપ્ત કરવાની યોજના ચાર અઠવાડિયા માટે સ્થગિત થઈ શકે છે. સરકાર આ અંગે વિચારણા કરી રહી છે. 21 જૂનથી દેશમાં તમામ નિયંત્રણો સમાપ્ત કરવાની યોજના છે, પરંતુ દૈનિક કેસોમાં વધારાને કારણે આ યોજના સંકટથી ઘેરાયેલી છે. બ્રિટનમાં કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટના કેસો ઝડપથી વધી રહ્યા છે. બ્રિટનમાં છેલ્લા 24 કલાક દરમિયાન, 8,125 નવા ચેપ જોવા મળ્યાં અને 17 પીડિતોનાં મોત નીપજ્યાં હતા.

ઉલ્લેખનીય છે કે, બ્રિટનમાં કોરોનાની પરિસ્થિતી સાૈથી વધુ ખરાબ હતી. કોરોનાને કંટ્રોલ કરવા માટે લોકડાઉન લગાવ્યુ. જેના કારણે નવા કોરોના સંક્રમણના કેસોમાં ઘટાડો નોંધાયો પરંતુ સ્થિતી હજુ પણ ખરાબ હોવાના કારણે વધુ એક માસ લોકડાઉન વધવાની શક્યતા સેવાઇ રહી છે.

જ્યારે વિશ્વના અન્ય દેશોમાં પણ કોરોનાની સ્થિતી ખરાબ છે. બ્રાઝિલમાં નવા કેસોમાં ઉછાળો નોંધવામાં આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 85 હજારથી વધુ નવા કેસ મળી આવ્યા હતા. આ દરમિયાન 2,216 પીડિતોનાં મોત નીપજ્યાં.  ઉપરાંત રશિયામાં સતત પાંચમાં દિવસે નવા કેસો નોંધાયા છે. દેશભરમાં ત્રણ મહિના બાદ આજે રેકોર્ડ 13 હજાર 510 નવા કેસની પુષ્ટિ થઈ. એક દિવસ અગાઉ, અહીં સાડા 12 હજાર ચેપ લાગ્યાં હતાં.