cancel/ કોરોનાના લીધે બ્રિટનના વડાપ્રધાને ભારતનો પ્રવાસ રદ કર્યો

વડાપ્રદાન જહોનશને ભારતની યાત્રા કેન્સલ કરી

India
pm boris કોરોનાના લીધે બ્રિટનના વડાપ્રધાને ભારતનો પ્રવાસ રદ કર્યો

ભારતમાં કોરનાની સ્થિતિ અત્યંત ખરાબ છે. કોરોના સંક્રમણના કેસોનો પ્રતિદિન ખુબ ઝડપથી વધી રહ્યા છે.દેશમાં કોરોના સ્થિતિ વિસ્ફોટક હોવાથી બ્રિટનનાં વડાપ્રધાન બોરીસ જહોનસને તેમની ભારતની યાત્રા રદ કરી છે. હવે તે આગામી સમયમાં આવશે તેવું વિચારી રહ્યા છે .

વડાપ્રધાન બોરિસ જહોનશન આગામી 25 એપ્રિલે આવવાના હતા પરતું ભારતમાં જે રીતે કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે અને સ્થિતિ ભયંકર હોવાથી તેમણ તેમની યાત્રા મુલતવી કરી દીધી છે. બ્રિટનના વડા પ્રધાને તેમની યાત્રા કેન્લ કરી છે પરતું આગામી સમયમાં પરિસ્થિતિને ધ્યાનમાં લઇને કાર્યક્રમનો આયોજન કરવામાં આવશે.બ્રિટનની વિરોધ પાર્ટીએ પણ બોરીસને ભારતની યાત્રા ના કરવાનું સૂચન કર્યુ હતું અને તેમની યાત્રાનો વિરોધ પણ કર્યો હતો .

ઉલ્લેખનીય છે કે બ્રિટનના વડાપ્રધાન બોરીસ જહોનશનનો આ બીજી વખત ભારતનો પ્રવાસ રદ કર્યો છે.આ પહેલા તે 26મી જાન્યુઆરીએ આવવાનાં હતા પરતું તે સમયે પણ યાત્રા રદ કરવી પડી હતી.