Driver Negligence/ બસ ડ્રાઇવરની બેદરકારી લોકોને મોતના મુખમાં લઈ ગઈ

દેશમાં અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે અને પાણીમાંથી પસાર થવાનું કેટલું જોખમી હોવાનું જાણતા હોવા છતાં ઘણી બસોના ડ્રાઇવરો જોખમ ખેડે છે.

Top Stories India
Driver Negligence બસ ડ્રાઇવરની બેદરકારી લોકોને મોતના મુખમાં લઈ ગઈ

દેશમાં અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે અને Driver negligence પાણીમાંથી પસાર થવાનું કેટલું જોખમી હોવાનું જાણતા હોવા છતાં ઘણી બસોના ડ્રાઇવરો જોખમ ખેડે છે. આવા જ એક બનાવમાં દહેરાદૂન શિમલા બાયપાસમાં બસને પાણીના જોરદાર પ્રવાહમાં નાખવાનું બસના ડ્રાઇવરને ભારે પડી ગયુ હતુ. તેના પગલે મુસાફરોથી ભરેલી બસ તણાવવા લાગી હતી અને તેમા બેઠેલા પ્રવાસીઓના જીવ જોખમમાં મૂકાયા હતા. ફાયરબ્રિગેડે સ્થાનિકોની મદદથી પ્રવાસીઓના જીવ બચાવ્યા હતા અને બસમાં બેઠેલા લોકો તેમનો Driver negligence જીવ બચાવવા રીતસરની વિનંતી કરતા જોવા મળ્યા હતા. છેવટે પ્રવાસીઓને બસની છત પર ચઢાવીને બચાવી લેવાયા હતા. આમ બસ ડ્રાઇવરની એક ભૂલના લીધે કેટલાય મુસાફરો કાળનો કોળિયો બની ગયા હોત.

દેશના અલગ-અલગ રાજ્યોમાં વરસાદને કારણે Driver negligenceઅનેક જગ્યાએ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યો છે. વરસાદની ઋતુમાં નદીઓના જળસ્તરમાં વધારો થતાં અચાનક પાણીનો પ્રવાહ વાહનચાલકોને ભારે પડી રહ્યો છે.
શિમલા બાયપાસ પર ફસાયેલી બસનો વીડિયો વાયરલ

આ ઘટનાનો વીડિયો દેહરાદૂનના શિમલા Driver negligence બાયપાસ ચોક પાસે આવેલા રામગઢ ગામનો છે. વીડિયોમાં વરસાદી નદીના ઝડપી વહેતા પાણીમાં ફસાયેલી બસમાંથી મુસાફરો સુરક્ષિત રીતે બહાર નીકળવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. હકીકતમાં, હિમાચલ રોડવેઝની ચંદીગઢથી હરિદ્વાર જઈ રહેલી મુસાફરોથી ભરેલી બસ વરસાદી નદીમાં પાણી આવવાને કારણે ફસાઈ ગઈ હતી. બસમાં બેઠેલા મુસાફરોએ બસની છત પર ચઢીને અને પછી સલામત સ્થળે કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે યાત્રીઓ વચ્ચે પોતાનો જીવ બચાવવા માટે લડાઈ થઈ હતી.

આ સાથે જ ઝડપથી વહેતા પાણીમાં બસ ફસાઈ અને ભયનું દ્રશ્ય વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. વરસાદી નદી પાર કરતી વખતે બસ પાણીમાં ફસાઈ ગઈ હતી, જે બાદ મુસાફરોમાં હોબાળો મચી ગયો હતો. માહિતી મળતાં જ પટેલ નગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢ્યા હતા. પાણીનું સ્તર ઘટ્યા બાદ બસને પણ રવાના કરવામાં આવી હતી. આ સાથે, હર્બર્ટપુર અને સિઘનીવાલામાં મળી રહેલા અહેવાલોને કારણે માર્ગને ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

 

આ પણ વાંચોઃ Husband-Infidelity/ પતિના મોબાઈલમાં પુત્રી ગેમ રમવા લાગી અને નીકળ્યા અનેક ‘રાઝ’

આ પણ વાંચોઃ North India-Heavyrain/ ઉત્તર ભારતમાં વરસાદ બન્યો આકાશી આફતઃ દિલ્હીમાં પૂરનું જોખમ

આ પણ વાંચોઃ Fraud/ પત્નીના પૈસાથી અભ્યાસ કર્યો, અધિકારી બનતા જ બીજા લગ્ન કરી લીધા

આ પણ વાંચોઃ Building Collapse/ અમદાવાદના મીઠાખળીમાં જૂનું મકાન ધરાશાયી થતાં પાંચ દટાયા, એકનું મોત

આ પણ વાંચોઃ India-Heavyrain/ હિમાચલ પ્રદેશમાં વરસાદ, ભૂસ્ખલનથી 11 લોકોનાં મોત, ઉત્તર ભારત પૂરગ્રસ્ત