Not Set/ સુપ્રિમ કોર્ટમાં પૂર્વ કેન્દ્રિય મંત્રી પી ચિદમ્બરમનાં કેસની હજુ સુધી નથી થઇ લિસ્ટિંગ

આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ નાણાં મંત્રી પી.ચિદમ્બરમની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. આ કેસમાં જે માહિતી બહાર આવી રહી છે તેના અનુસાર આ મામલે સુનાવણી માટે હજી સૂચિબદ્ધ કરાઈ નથી. ઇડીએ આ કેસમાં વાંધો નોંધાવ્યો છે. તે અગાઉ સીબીઆઈની કસ્ટડીમાં છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનું કહેવું છે કે, ચિદમ્બરમ સામે મજબૂત પુરાવા છે. તપાસ એજન્સી સ્પષ્ટપણે […]

India
p chidambaram સુપ્રિમ કોર્ટમાં પૂર્વ કેન્દ્રિય મંત્રી પી ચિદમ્બરમનાં કેસની હજુ સુધી નથી થઇ લિસ્ટિંગ

આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ નાણાં મંત્રી પી.ચિદમ્બરમની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. આ કેસમાં જે માહિતી બહાર આવી રહી છે તેના અનુસાર આ મામલે સુનાવણી માટે હજી સૂચિબદ્ધ કરાઈ નથી. ઇડીએ આ કેસમાં વાંધો નોંધાવ્યો છે. તે અગાઉ સીબીઆઈની કસ્ટડીમાં છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનું કહેવું છે કે, ચિદમ્બરમ સામે મજબૂત પુરાવા છે. તપાસ એજન્સી સ્પષ્ટપણે માને છે કે ચિદમ્બરમને રાહત થવી જોઈએ નહીં.

ચિદમ્બરમનાં વકીલ કપિલ સિબ્બલે ન્યાયમૂર્તિ ભાનુમતીની બેંચમાં કેસની સૂચિનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ ન્યાયાધીશ ભાનુમતી કહે છે કે સીજેઆઈનાં આદેશ બાદ જ આ કેસની લિસ્ટિંગ થઈ શકે છે.

આઈએનએક્સ મીડિયા કેસમાં નાટકીય ઘટનાક્રમ થયા બાદ પી ચિદમ્બરમને તેમના જોરબાગ નિવાસસ્થાનથી ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈ અધિકારીઓએ તેમના ઘરની દિવાલ પર ચઢીને અંદર પ્રવેશ કરવો પડ્યો હતો. જણાવી દઇએ કે સીબીઆઈએ તેમને 21 જુલાઇએ રાઉસ એવન્યુ કોર્ટની વિશેષ સીબીઆઈ કોર્ટમાં રજૂ કર્યા, ત્યારબાદ તેમેને આજદિન સુધી કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

સીબીઆઈએ પોતાની દલીલમાં કહ્યું હતું કે, ચિદમ્બરમને બોલાવવામાં આવ્યા ત્યારે તે શામિલ રહ્યા હતા. પરંતુ જે સવાલોનાં જવાબ તપાસ એજન્સીને જોઇએ છે તે ક્યારે મળ્યા નથી. વાસ્તવિકતા એ છે કે જ્યારે પણ તેમને સવાલ પૂછવામાં આવતા ત્યારે તેઓ ઉલ્ટા સવાલ પૂછતા હતા. આઈએનએક્સ મીડિયા એક કેસ સંવેદનશીલ વિષય છે જેમાં વધુ લોકો શામેલ હોઈ શકે છે. તેથી કસ્ટડી લઈ તેમની પૂછપરછ કરવાની જરૂર છે. કોર્ટની સામે બચાવ પક્ષની દલીલો કામ ન આવી અને તેમને કસ્ટડીમાં મોકલવામાં આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.