Rajkot News: રાજકોટ (Rajkot)ના ગોંડલ (Gondal)ના યુવક રાજકુમાર જાટના મોતના મામલે વધુ ખુલાસો થયો છે. રાજકુમાર જાટનું મોત અકસ્માતથી થયું હોવાનું તપાસમાં ખુલ્યું છે. રાજકોટ શહેર SOGએ ખાનગી ટ્રાવેલ્સના ડ્રાઈવર અને ક્લિનરની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
રાજકોટનાં ગોંડલમાં યુવકના મોત અંગે એક સપ્તાહ સુધી તપાસ બાદ હકીકત સામે આવી છે. રાજકોટ એસઓજીએ સઘન તપાસ કરતા માલૂમ પડ્યું કે જૂનાગઢથી અમદાવાદ જતી ખાનગી બસે અકસ્માત સર્જયો હતો. બસ ચાલક અકસ્માત સર્જીને ફરાર થયો હતો. પૂછપરછ તેમજ CCTVનાં આધારે ખાનગી ટ્રાવેલ્સ ડ્રાઇવર અને ક્લિનરની અટકાયત કરવામાં આવી છે. રમેશ મેર અને ઇબ્રાહિમ નામના શખ્સને જૂનાગઢથી ઝડપ્યા છે. પોલીસે GJ 14 Z 3131 નંબરની બસ કબ્જે કરી કાર્યવાહી શરૂ કરી છે.

ગઈકાલે ભરૂડી ટોલનાકા પાસે નીકળ્યા બાદ યુવકે કપડા કાઢી નાખ્યા હોવાની વિગતો સામે આવી હતી, નગ્ન હાલતમાં રાજકોટ સુધી ચાલીને જતાં હોવાનું સ્થાનિકો દ્વારા માહિતી મળી છે, પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાના CCTV સામે આવતા રહસ્ય હવે વધુ ઘેરૂં બનતું જઈ રહ્યું છે.
રાજકોટમાં રાજકુમાર જાટના શંકાસ્પદ મોતનો મામલો ગરમાયો હતો. પરંતુ પ્રાથમિક તપાસમાં અકસ્માતને કારણે ઈજા થતા યુવકનું મોત થયું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ તપાસમાં કુવાડવા રોડ પોલીસને ફોરેન્સિક પીએમનો પ્રાઈમરી રિપોર્ટ સામે આવ્યો હતો. જેમાં પ્રાથમિક રિપોર્ટમાં મોતનું કારણ અકસ્માતના કારણે ઈજા થઈ હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે વધુ તપાસ હાથ ધરવાાં આવી હતી, ત્યારે વધુ ખુલાસા થયા છે.
પોલીસને સિવાય યુવકના શરીર પર અકસ્માત સિવાયની કોઈપણ ઈજાના નિશાન જોવા મળ્યા ન હોવાનું પણ બહાર આવ્યું છે.આ અંગે ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં યુવકના પિતાએ પુત્રની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો. મૃતક યુવકના પિતાએ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ પર આક્ષેપો લગાવ્યા હતા. તેમણે FIRમાં MLAના બંગલામાં પુત્રને માર મરાયો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ ફોરેન્સિક પીએમનો પ્રાઈમરી રિપોર્ટ સામે આવતા તમામ આક્ષેપો પોકળ સાબિત થયા છે.
કોઠારીયા સોલ્વન્ટ ચોકડીના સ્થાનિકો અને પોલીસનું બયાન પણ સામે આવ્યું છે. આજી ડેમ પોલીસની PCR વાને પણ યુવકને નગ્ન હાલતમાં જોયો હોવાનું જાણવા મળ્યું છે. આસપાસના લોકોએ યુવકને નગ્ન હાલતમાં જોઈ કપડા પહેરાવ્યા હતા. તે વખતે યુવકની હાલત માનસિક અસ્થિર હોવાની સ્થાનિકોમાં ચર્ચા થઈ રહી છે. આજી ડેમ પોલીસની PCRમાં પણ નોંધ પાડી હોવાની વિગતો સામે આવી છે. જાહેર રોડ પર નગ્ન હાલતમાં ચાલી રહેલા યુવકના CCTV સામે આવ્યા છે.
3 માર્ચે રાજકુમાર જાટ નામનો યુવક UPSCની તૈયારી કરતો હતો. યુવક 6 દિવસથી ગુમ થયા બાદ રાજકોટ – અમદાવાદ હાઈવે પર રાત્રે ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતા નજીકની હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ પણ વાંચો:ટ્રક પાછળ જીપ ઘુસી જતા સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના મોતના CCTV આવ્યા સામે
આ પણ વાંચો:ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર સર્જાયો ગોઝારો અકસ્માત, 4નાં મોત
આ પણ વાંચો:ધરમપુર ખાતે અકસ્માત સર્જાતા પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીનું મોત
