Viral Video/ ટીવી પર પક્ષીને જોઇ બિલાડીએ મારી લાંબી છલાંગ, પછી જે થયુ તે જુઓ આ Video માં

જાનવરોનાં રમૂજી વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતા હોય છે. ક્યારેક એવા વીડિયો પણ જોવા મળે છે, જેને જોઈને આપણી આંખો ફાટી જાય છે.

Videos
ટીવી પર પક્ષી જોઇ બિલાડીએ માર્યો કૂદકો

જાનવરોનાં રમૂજી વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતા હોય છે. ક્યારેક એવા વીડિયો પણ જોવા મળે છે, જેને જોઈને આપણી આંખો ફાટી જાય છે. ઈન્ટરનેટ આવા વીડિયોથી ભરેલું છે, પરંતુ હવે આ લિસ્ટમાં એક નવો વીડિયો જોડાયો છે. આ વીડિયો બિલાડીનો છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે બિલાડી કૂતરા સાથે આરામથી બેસીને ટીવી જોઈ રહી છે. અચાનક તેને ટીવીમાં એક પક્ષી દેખાય છે. પક્ષીને જોઈને તે પોતાની જગ્યાએથી ઉંચી કૂદી પડે છે અને પછી જે થયું તે જોઈને તમે તમારું હસવાનુ રોકી શકશો નહીં.

આ પણ વાંચો – OMG! / પિતાએ જન્મ દિવસની ભેટ સ્વરૂપે દિકરા માટે ચંદ્ર પર ખરીદી જમીન

તમે બિલાડીઓનો મૂડ ક્યારે જાણી શકતા નથી, ક્યારેક તેઓ તેમના શિકાર પર હુમલો કરે છે, ક્યારેક તેઓ તેમને પ્રેમ કરવા લાગે છે. સોશિયલ મીડિયા પર તેના વાયરલ વીડિયો હંમેશા આશ્ચર્યજનક હોય છે. હવે ફરી એક બિલાડીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ટીવીમાં દેખાતા પક્ષી પર કૂદી રહી છે. પરંતુ તે ટીવી સાથે અથડાય છે અને જમીન પર પડી જાય છે. બિલાડી જે ઝડપે પક્ષી પર કૂદી પડી એ જોઈને ત્યાં બેઠેલો કૂતરો સાવ સ્તબ્ધ થઈ જાય છે. વીડિયો સામે આવ્યા બાદ યુઝર્સ દ્વારા ઉગ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કૂતરા સાથે એક બિલાડી ટીવીની સામે આરામથી બેસીને ટીવી જોઈ રહી છે. અચાનક તેને ટીવીમાં એક પક્ષી દેખાય છે. પક્ષીને જોઈને તે પોતાની જગ્યાએથી કૂદી પડે છે અને ટીવી સાથે અથડાઈને જમીન પર પડી જાય છે. બિલાડીને જોઈને કૂતરો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે અને વિચારવા લાગે છે અચાનક આ શું થઈ ગયું. ભલે ગમે તે હોય, વીડિયો જોયા પછી તમે ચોક્કસપણે હસવાનું રોકી શકશો નહીં.

https://twitter.com/buitengebieden_/status/1471965264833138690?s=20

આ પણ વાંચો – ગ્રામ પંચાયત ચૂંટણી 2021 /  ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે વાંઠવાડીમાં કર્યું મતદાન,વધુ મતદાન કરવાની અપીલ

આ વાયરલ વીડિયો @buitengebieden_ નામનાં ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેને અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. વીડિયો પર એક વ્યક્તિએ કોમેન્ટ કરી છે કે, ‘જ્યારે તમે તમારી બિલાડીને ખોરાક આપવાનું ભૂલી જાઓ છો ત્યારે આવું થાય છે.’