Not Set/ કાયદા મામલે કેન્દ્રનું કડક વલણ, જે રાજ્યો અમલ નહીં કરે, તેનાં પર રાષ્ટ્રપતિ શાસન લાદવાની આપી ચિમકી

કેન્દ્રની મોદી સરકારે અનેક નવા અને પ્રમાણમાં ક્રાંતિકારી કહી શકાય તેવા, નવા કાયદા લાવ્યા અને લાવી રહી છે. પરંતુ આ કાયદા મામલે તમામ રાજ્ય સરકારો પોતપાતાની રીતે વર્તી રહી છે.  કાયદાઓ ભલે નવા ટ્રાફિક નિયમનનાં હોય કે CAA, અને NPR હોય. કેન્દ્વની મોદી સરકાર મહામહેનત સાથે કાયદો સંસદનાં બને ગૃહોમાંથી પારીત કરી, રાષ્ટ્રપતિની મંજૂરીની મહોર […]

Top Stories India
modi angry 1 કાયદા મામલે કેન્દ્રનું કડક વલણ, જે રાજ્યો અમલ નહીં કરે, તેનાં પર રાષ્ટ્રપતિ શાસન લાદવાની આપી ચિમકી

કેન્દ્રની મોદી સરકારે અનેક નવા અને પ્રમાણમાં ક્રાંતિકારી કહી શકાય તેવા, નવા કાયદા લાવ્યા અને લાવી રહી છે. પરંતુ આ કાયદા મામલે તમામ રાજ્ય સરકારો પોતપાતાની રીતે વર્તી રહી છે.  કાયદાઓ ભલે નવા ટ્રાફિક નિયમનનાં હોય કે CAA, અને NPR હોય. કેન્દ્વની મોદી સરકાર મહામહેનત સાથે કાયદો સંસદનાં બને ગૃહોમાંથી પારીત કરી, રાષ્ટ્રપતિની મંજૂરીની મહોર લાગ્યા પછી રાજ્યો તેના પર અમલાનવરી કરે તેવુ ઇચ્છી રહી હોય તે સ્વાભાવિક છે.

પરંતુ રાજ્યો દ્વારા અને ખાસ કરીને બિન-ભાજપી રાજ્ય સરકારો દ્વારા આ કાયદાની અમલાવરી માટે ના ભણવામાં આવી રહી છે, અને આવું લગભગ તમામ કિસ્સામાં જોવામાં આવી રહ્યું છે. અમુક રાજ્યો દ્વારા તો કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા કાયદાને પોતે રાજ્યમાં લાગુ નહીં કરે તેવો વિઘાનસભામાં ઠરાવ પણ પાસ કરી દેવામાં આવ્યો હોવાની વાત પણ સામે આવી હતી. કેન્દ્ર સરકાર હવે આ મામલે કડક વલણ આપનાવી રહી છે. અને તેની શરુઆત ટ્રાફિક નિયમનનાં નવા કડક કાયદાની અમલાવરીમાં ગલ્લાતલ્લા કરતી રાજ્ય સરકારોથી શરુ કર્યો છે.

કેન્દ્ર દ્રારા બનાવાયેલા કાયદાની અમલાવરી મામલે કેન્દ્રની મોદી સરકાર આકરા મૂડમાં જોવા મળી રહી છે. કેન્દ્ર સરકારે નવા વાહન સુધારા અધિનિયમનું પાલન ન કરનાર રાજ્યોને ચેતવણી આપી છે કે, આવા રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવશે. કેન્દ્રનું કહેવું છે કે સુધારેલા ટ્રાફિક નિયમો સામે દંડ ન વસૂલનારા રાજ્યોને આવું કરવાનો કોઇ અધિકાર નથી. જો રાજ્ય સરકાર નિયમોની વિરુદ્ધ જાય અને દંડની માત્રા ઘટાડે, તો કેન્દ્ર તેને બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન ગણીને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદશે.

આપને જણાવી દઇએ કે, ગુજરાત જ્યાં રાજ્યમાં પણ ભાજપ સરકાર છે ત્યાં ટ્રાફિક નિયમન કાયદામાં રાજ્ય સરકાર દ્વારા આંશિક છુટછાટ આપવામાં આવી છે, અને આવી છુટછાટ આપવામાં આવતા કેન્દ્વ તરફથી રાજ્ય સરકારને કારદર્શી નોટીશ ફટકારવામાં આવી હતી. તમામ મામલાની ગંભીરતા જોતા, ગુજરાતનાં મુખ્યમંત્રી દ્વારા આ આંશિક રાહત ટેમ્પરાપી હોવાનું સ્પષ્ટીકરણ પણ કરી દેવામાં આવ્યું હતું.

આમ કેન્દ્ર સરકાર દ્રારા કેન્દ્રએ બનાવેલા કાયદાની અમલાવરી મામલે કડક વલણ દાખવવામાં આવી રહ્યું હોય અને અમલાવરી નહીં કરનારા રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવા જેવી ચિમકી પણ આપી દેવામાં આવી હોય, ગુજરાતમાં આવનારા નજીકનાં ભવિષ્ટમાં જ લોકો ફરી હેલ્મેટ સાથે રોડ પર વાહન ચલાવતા જોવા મળશે તેવુંં ચોક્કસ પણે કહી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.