Not Set/ ગુજરાત સરકાર દ્વારા બિનખેતીની જમીનની કાર્યપદ્ધતિમાં કરાયો બદલાવ, જાણે બીજુ શું બદલ્યું

ગુજરાતમાં ઇ-ઇ-ગવર્નન્સ કોઇ નવી વાત નથી, પરંતુ ગુજરાતમાં જે લેવલ સુધી ઇ-ગવર્નન્સને સરકાર દ્વારા પહોંચાડવામાં આવ્યું છે તે બિલકુલ નવી અને કાબિલે તારીફ વાત છે. ગુજરાતની વિજય રૂપાણી સરકાર દ્વારા ગુજરાતની તમામ જરૂરી અને લોક ઉપયોગી સેવાઓનું ડિઝીટાલાઇઝેશન કરવાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સીએમ, ડે.સીએમનાં નેતૃત્વમાં ટેક્નોલોજીનો ભરપૂર અને મહત્મ ઉપયોગ કરાયો છે. સરકારની આધુનિકરણની […]

Top Stories Gujarat
rupani cabinetN ગુજરાત સરકાર દ્વારા બિનખેતીની જમીનની કાર્યપદ્ધતિમાં કરાયો બદલાવ, જાણે બીજુ શું બદલ્યું

ગુજરાતમાં ઇ-ઇ-ગવર્નન્સ કોઇ નવી વાત નથી, પરંતુ ગુજરાતમાં જે લેવલ સુધી ઇ-ગવર્નન્સને સરકાર દ્વારા પહોંચાડવામાં આવ્યું છે તે બિલકુલ નવી અને કાબિલે તારીફ વાત છે. ગુજરાતની વિજય રૂપાણી સરકાર દ્વારા ગુજરાતની તમામ જરૂરી અને લોક ઉપયોગી સેવાઓનું ડિઝીટાલાઇઝેશન કરવાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સીએમ, ડે.સીએમનાં નેતૃત્વમાં ટેક્નોલોજીનો ભરપૂર અને મહત્મ ઉપયોગ કરાયો છે.

સરકારની આધુનિકરણની આ પહેલથી લોકોનો સમય બચાવવા, ભ્રષ્ટાચાર ન થાય તે રીતે લોકોની સેવા કરવી, ફક્ત સેવા કરવી તેમજ નહીં, પરંતુ સમય સર સેવામાં આવવું જેવી અનેક બાબતોને પ્રાધાન્ય આપતા ગુજરાત સરકાર દ્વારા હવે ખેડૂતો અને ખાસ કરીને બિનખેતીની જમીનના માલિકો માટે ફેરફાર સાથે નવા નિયમોથી વહિવટને આસન બનવવાનું વધુ એક પગલું ભરવામાં આવ્યું છે. બિનખેતીની જમીન ખરીદવી હોય તો ખેડૂત હોવું જરૂરી છે.

ખેડૂત ખાતેદારની સિસ્ટમ ઓનલાઇન કરાઇ છે. હવે બિન ખેડૂત ખેતરની જમીન ખરીદી શકશે નહીં. કાયદાની પરિભાષામાં કોઇ ફેરફાર નહીં. રાજ્યમાં મહેસુલી સેવાઓ વધુ ઝડપી અને પારદર્શન બને તે માટે સરકારે કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે. મહેસુલ પ્રધાન કૌશિક પટેલે જણાવ્યું કે બિનખેતીની જમીનની કાર્યપદ્ધતિમાં બદલાવ કર્યો છે. હાલમાં ઓનલાઈન બિનખેતી પરવાનગી મેળવવામાં જે વિલંબ થાય છે. તેમાં અરજદારને ઈન્ટીમેશન લેટરની સાથે NA પરવાનગીની પ્રોવિઝનલ મંજૂરીનો પત્ર પણ ઈમેઈલથી અપાશે. આ ઉપરાંત ખેડૂત ખાતેદારની ઓનલાઈન ખરાઈ કરવાની સુવિધા પણ હવે ઉપલબ્ધ કરાવાઈ છે. ખાતેદારને હવેથી ખેતીની જમીનમાં બોજા સાથે પણ બિન ખેતીની પરવાનગી મળી શકશે

ગાંધીનગરઃ મહેસુલ મંત્રી કૌશિક પટેલની પ્રેસ

તો આ ફેરફારોની સાથે સાથે વહિવટી સાનુકુળતા માટે E સ્ટેપિંગ વેન્ડર અને કેન્દ્રોમાં વધારો કરવા નવી અરજી પણ સરકાર દ્વારા સ્વીકારવામાં આવી રહી છે. આવેલી મોટાભાગની અરજીને મંજૂરી પણ આપી દેવામાં આવી છે. રાજ્યભરમાંથી 970 વેન્ડરની અરજી આવી છે. તો સાથે સાથે 1126 નોટરીની અરજી પણ આવી છે. 167 CA/CS વકીલની, અને 336 CACની અરજી પણ આવી છે.  131 બેંકો(નવી બ્રાંચ) / 81 જનસેવાની અરજી પણ સરકારમાં પારીત થવા માટે આવી છે. આ ઉપંરાત વિવિધ મામલે 38 અન્ય લોકોએ પણ સરકારમાં અરજી કરી છે. સરકાર દ્વારા તમામ અરજી મામલે ત્વરીતમાં નિર્ણયો આપી દેવામાં આવી રહ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.