Mercury Transit/ બુધનું નક્ષત્ર પરિવર્તન જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓથી આપશે હાશકારો! 5 રાશિને થશે બખ્ખાં

બહુ ઓછા સમયમાં જીવનમાં મોટી સફળતા પ્રાપ્ત કરે છે. પૈસા અને ત્વચા સંબંધિત

Trending Rashifal Dharma & Bhakti

Dharma: ત્વચાનો (Skin) કારક ગ્રહ બુધ (Mercury) નવ ગ્રહોમાં વિશેષ સ્થાન ધરાવે છે, જેનો સીધો સંબંધ બુદ્ધિ અને સફળતા સાથે છે. આ કારણથી બુધને ગ્રહોનો રાજકુમાર કહેવામાં આવે છે. જે લોકો પર ભગવાન બુધની કૃપા હોય છે તેઓ બહુ ઓછા સમયમાં જીવનમાં મોટી સફળતા પ્રાપ્ત કરે છે. પૈસા અને ત્વચા સંબંધિત સમસ્યાઓનો સામનો પણ કરવો પડતો નથી.

હિંદુ કેલેન્ડર મુજબ બુધ 14 ઓક્ટોબર 2024ના રોજ સવારે 02:30 વાગ્યે સ્વાતિ (Swati Nakshatra) નક્ષત્રમાં ગોચર કર્યુ છે અને  22 ઓક્ટોબર સુધી હાજર રહેશે. 22 ઓક્ટોબર, 2024 ના રોજ બુધ સ્વાતિ નક્ષત્રમાંથી વિશાખા નક્ષત્રમાં ગોચર કરશે. સ્વાતિ 27 નક્ષત્રોમાં 15મુ નક્ષત્ર છે, જેનો સ્વામી પાપ ગ્રહ રાહુ છે. સ્વાતિ નક્ષત્રમાં બુધનું ગોચર તમારી રાશિને કેવું ફળ આપશે.

The Steady Earth Sign Taurus in Hindu Astrology

વૃષભ

વૃષભ રાશિના જાતકો માટે બુધનું નક્ષત્ર પરિવર્તન ફાયદાકારક સાબિત થવાની સંભાવના છે. વેપારીઓની આવકમાં વધારો થઈ શકે છે, જેનાથી તેમના કામમાં પણ ઝડપ આવશે. જે લોકો તેમાં રોકાણ કરીને પોતાનો બિઝનેસ વધારવાનું વિચારી રહ્યા છે તેમને પૈસા કમાવવાની નવી તકો મળશે. આગામી બે-ત્રણ મહિનામાં બમણો નફો થઈ શકે છે.

Cancer Zodiac Sign: Dates, Personality and Compatibility

કર્ક

ગ્રહોના રાજકુમારનું આ ગોચર કર્ક રાશિના લોકોના જીવનમાં ખુશીઓ લાવશે. નોકરીયાત લોકોને નવા સ્ત્રોતોથી આવક થશે, જેના કારણે તેઓ સરળતાથી પોતાની પસંદગીની વસ્તુઓ ખરીદી શકશે. જે લોકો શેરબજારમાં પૈસા રોકે છે તેમને સારો ફાયદો થવાની સંભાવના છે. જો પરિવારના સભ્યો વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે, તો તે જલ્દી ઉકેલાઈ જશે.

Virgo, Horoscope Today, June 5, 2024: Your critical thinking and  organization skills are sharp - Times of India

કન્યા

બુધનું ગોચર કન્યા રાશિના લોકોના જીવનમાં સારૂ વાતાવરણ ઊભું રહેશે. વેપારીઓના નિર્ણયો સાચા સાબિત થશે, જેના કારણે આગામી થોડા દિવસો સુધી સતત અચાનક નાણાકીય લાભ થવાની સંભાવના છે. વિદ્યાર્થીઓનું વ્યક્તિત્વ સુધરશે જેનાથી તેમનો આત્મવિશ્વાસ પણ વધશે. ઓફિસમાં નોકરી કરતા લોકોનું માન-સન્માન વધશે.

The 10 Scorpio Personality Traits to Know · PrepScholar

વૃશ્ચિક

જો જમીન-સંપત્તિ સંબંધિત મામલા કોર્ટમાં ચાલી રહ્યા છે તો તેનો ઉકેલ જલ્દી મળી જશે. જેમને હજુ સુધી પગાર મળ્યો નથી તેઓ બે થી ત્રણ દિવસમાં તેમના પૈસા મેળવી શકશે. ઉદ્યોગપતિઓ તેમના દુશ્મનો પર વિજય મેળવશે, ત્યારબાદ તેઓ તેમના વ્યવસાયમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશે.

Aquarius does not need someone who understands them but can explore love  with Aquarius! | by Victoria | Medium

કુંભ

પૈતૃક સંપત્તિ સંબંધિત મામલાઓનો ઉકેલ આવશે, જેનાથી માનસિક શાંતિ મળશે. વેપારીઓ અને દુકાનદારોને પેન્ડિંગ પૈસા જલ્દી મળી શકે છે. નોકરી કરતા લોકોની દૈનિક આવકમાં જબરદસ્ત વધારો થશે, જેનાથી તેમની આર્થિક સ્થિતિ મજબૂત થશે.

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, મંતવ્ય ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શરદ પૂનમે ખીર ખાવાનો મહિમા જાણો, શું છે પૂજાનો શુભ સમય

આ પણ વાંચો:શું ગર્લફ્રેન્ડ કરવા ચોથનું વ્રત બોયફ્રેન્ડ માટે રાખી શકે છે? જાણો ધાર્મિક નિયમો

આ પણ વાંચો:ભવ્યતા, પ્રેમ, આકર્ષણનો ગ્રહ શુક્ર કરશે રાશિ પરિવર્તન, જાણો તમારૂ ભવિષ્ય