Not Set/ દેશમાં છેલ્લા 24 કલાકમાં રિકવરીમાં જોવા મળ્યો એકંદરે સુધારો

The country has seen an overall improvement in recovery over the last 24 hours

Top Stories India
asd 1 દેશમાં છેલ્લા 24 કલાકમાં રિકવરીમાં જોવા મળ્યો એકંદરે સુધારો
  • દેશમાં 24 કલાકમાં 57 હજાર નવા કેસ
  • રિકવરીમાં પણ એકંદરે જોવાયો સુધારો
  • દેશમાં 24 કલાકમાં 37 હજાર કોરોનામુક્ત
  • દેશમાં એક્ટિવ કેસ હવે 5.36 લાખ
  • મહારાષ્ટ્રમાં નવા કેસ થોડા ઘણાં ઘટ્યાં
  • મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 31,643 નવા કેસ

સમગ્ર વિશ્વમાં કાળમુખા કોરોનાએ હવે તેની ફેલાવવાની ગતિમાં વધારો કર્યો છે. દિવસો જતા કોરોનાનાં કેસ વધતા જઇ રહ્યા છે. વળી ભારતમાં પણ ફરી એકવાર કોરોના વાયરસનાં કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા તાજેતરમાં જારી કરવામાં આવેલા આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 57 હજાર નવા કેસ નોંધાયા છે, જ્યારે 37 હજાર લોકો આ રોગથી ઠીક થયા છે.

કોરોના સંક્રમિત / પાકિસ્તાનના PM ઇમરાન ખાન બાદ રાષ્ટ્રપતિ ડો.આરીફ અલ્વી થયા કોરોના સંક્રમિત, લોકોને આપી સાવચેતીની સલાહ

કોરોનાનાં નવીનતમ આંકડા સાથે, ભારતમાં કોરોના વાયરસનાં કુલ કેસો 1 કરોડ પાર પહોંચી ગયા છે, જો કે રિકવરીમાં પણ એકંદરે સુધારો જોવા મળી રહ્યો છે. દેશમાં હાલમાં એક્ટિવ કેસ હવે 5.36 લાખ છે. દેશમાં સૌથી ખરાબ હાલત મહારાષ્ટ્રની છે. જ્યા સમય જતા કોરોના એક વિકરાળ સ્વરૂપ ધારણ કરતો જાય છે. જો કે હાલમાં મહારાષ્ટ્રમાં નવા કેસ થોડા ઘણા ઘટ્યા છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 31,643 નવા કેસ નોંધાયા છે.

કોરોના સંક્રમિત / રોડ સેફ્ટી સીરિઝનો ચોથો ક્રિકેટર કોરોના સંક્રમિત, સવાલોના ઘેરામાં ટુર્નામેન્ટ

જો કે કેસમાં એટલો પણ ઘટાડો નથી કે સરકાર ચિંતા મુક્ત બની જાય છે. સરકાર કોરોનાનાં વધતા કેસનાં કારણે લોકડાઉન જેવા કડક નિર્ણયની પણ તૈયારી કરતી હોવાના સમાચારો સામે આવી રહ્યા છે. કોરોના પરનાં ટાસ્ક ફોર્સે લોકડાઉન કરવાની પણ ભલામણ કરી છે. આ પછી, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય સચિવ સીતારામ કુંટેને તાત્કાલિક લોકડાઉન વ્યૂહરચના બનાવવા કહ્યું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ