Cricket/ દેશનાં ત્રણ ક્રિકેટ સ્ટેડિયમ જેને ભૂલાઇ દેવાયા, નથી રમાઇ એક દાયકાથી કોઇ મેચ

દેશમાં આજે પણ ઘણા એવા સ્ટેડિયમ છે જ્યાં વર્ષોથી મેચ યોજાઈ નથી. બીજા શબ્દોમાં કહીએ તો, તે સ્ટેડિયમો જાણે ભૂલાઇ જ ગયા છે. દસ-પંદર વર્ષ વીતી ગયા પછી પણ ત્યાં કોઈ આંતરરાષ્ટ્રીય મેચ થઈ નથી.

Sports
એક દાયકામાં ક્રિકેટ સ્ટેડિયમમાં નથી રમાઇ મેચ

ભારતીય ક્રિકેટમાં હંમેશા મેદાન પર દર્શકોની ભીડ જોવા મળે છે. જો કે ભારતીય ક્રિકેટ ટીમનાં પ્રશંસકો તેને એક ક્ષણ માટે જોવા માટે મેદાનની અંદર અને બહાર એકઠા થાય છે. તે ભારતીય ખેલાડીઓની રમત અને પ્રદર્શનનું પરિણામ છે કે દર્શકો તેમને ખૂબ પ્રેમ કરે છે. ભારતીય ટીમનાં ચાહકો નાના શહેરથી લઈને મોટા શહેર સુધી જોવા મળે છે. ગામડાઓ અને શહેરોનાં ચાહકો માટે સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ જોવાનું થોડું મુશ્કેલ છે પરંતુ તેઓ એક દિવસ પહેલા શહેરમાં જાય છે અને તેમની ગોઠવણ કરે છે અને મેચનો આનંદ માણે છે.

આ પણ વાંચો – નવો વેરિઅન્ટ / હંમેશા ભારતની ટીકા કરતા પીટરસને PM મોદીનાં ખૂબ કર્યા વખાણ, જાણો કારણ

ભારતીય ક્રિકેટમાં દરેક રાજ્યમાં અલગ-અલગ શહેરોમાં ક્રિકેટ સ્ટેડિયમ છે. કેટલાક રાજ્યો એવા પણ છે કે જેમાં ત્રણ કે તેથી વધુ સ્ટેડિયમ છે. તેમાં મહારાષ્ટ્ર અને ગુજરાતનાં નામ મુખ્ય રીતે લઈ શકાય છે. ઘણા નવા શહેરોમાં ક્રિકેટ સ્ટેડિયમ પણ બનાવવામાં આવ્યા છે અને તેમાં દેહરાદૂન અને લખનઉનાં નામ લઈ શકાય છે. જોકે રાંચી, ધર્મશાલા અને રાયપુરનાં સ્ટેડિયમ પણ નવા છે. કેટલાક સ્ટેડિયમ એવા પણ છે જેની જગ્યાએ નવું સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ તેનું ઉદાહરણ છે. નાગપુરનું વિદર્ભ ક્રિકેટ ગ્રાઉન્ડ પણ નવું બનાવવામાં આવ્યું છે. આ સિવાય પણ ઘણા સ્ટેડિયમ એવા છે જ્યાં સુધારો થયો છે. આ બધાની વચ્ચે ઘણા એવા સ્ટેડિયમ છે જ્યાં વર્ષોથી મેચ યોજાઈ નથી. બીજા શબ્દોમાં કહીએ તો, તે સ્ટેડિયમો જાણે ભૂલાઇ જ ગયા છે. દસ-પંદર વર્ષ વીતી ગયા પછી પણ ત્યાં કોઈ આંતરરાષ્ટ્રીય મેચ થઈ નથી. નવા મેદાનોની ઝગમગાટમાં તેનું નામ ક્યાંક ખોવાઈ ગયું છે. તેમાંથી ત્રણ પસંદ કરેલા સ્ટેડિયમનો આ લેખમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યાં દસ વર્ષથી વધુ સમય પછી પણ મેચ યોજાઈ નથી.

કેપ્ટન રૂપ સિંહ સ્ટેડિયમ, ગ્વાલિયર

કેપ્ટન રૂપ સિંહ સ્ટેડિયમ

આ એ જ મેદાન છે જ્યાં સચિન તેંડુલકરે વિશ્વ ક્રિકેટની પ્રથમ બેવડી સદી ફટકારી હતી. દક્ષિણ આફ્રિકા સામેની આ મેચ 2010માં રમાઈ હતી. ત્યારથી આ સ્ટેડિયમમાં કોઈ આંતરરાષ્ટ્રીય મેચ યોજાઈ નથી. આ સ્ટેડિયમને બદલે હવે ઈન્દોરમાં મેચ યોજાય છે. આ ભવ્ય સ્ટેડિયમને હવે નજર અંદાજ કરવામાં આવી રહ્યું છે.

કીનન સ્ટેડિયમ, જમશેદપુર

કીનન સ્ટેડિયમ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અંતિમ ODI મેચ આ મેદાન પર 2006માં રમાઈ હતી. ઈંગ્લેન્ડે ભારતીય ટીમને હરાવ્યું હતું. આ પછી અત્યાર સુધી અહીં કોઈ આંતરરાષ્ટ્રીય મેચ યોજાઈ નથી. રાંચીમાં સ્ટેડિયમનાં નિર્માણ બાદ આ સ્ટેડિયમની ઉપેક્ષા કરવામાં આવી છે. ઘણા રમત પ્રેમીઓને એ પણ યાદ નથી કે અહીં છેલ્લી મેચ ક્યારે રમાઈ હતી.

બરકતુલ્લા ખાન સ્ટેડિયમ, જોધપુર

બરકતુલ્લા ખાન સ્ટેડિયમ

આ સ્ટેડિયમમાં મેચો થયાને 18 વર્ષ થઈ ગયા છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે છેલ્લી ODI મેચ અહીં 2002માં રમાઈ હતી. તે મેચમાં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતું. જયપુરનાં સવાઈ માનસિંહ સ્ટેડિયમનાં મહત્વને કારણે જોધપુરનાં આ સ્ટેડિયમની ઉપેક્ષા કરવામા આવી છે. ઈન્ટરનેશનલ લેવલનું સ્ટેડિયમ હોવા છતાં તેને કોઈ પૂછતું નથી.