OMG!/ આ કપલે ડબલ ડેકર બસમાં બનાવ્યું વૈભવી ઘર, જુઓ અંદરનો નજારો

ચાર્લી મેકવિકર અને તેના બોયફ્રેન્ડ લ્યુક વાકરે સાથે રહેવાનું નક્કી કર્યું, ત્યારે તેઓએ એક જૂની બસ ખરીદી, વૈભવી ઘર નહીં. આ બંનેએ 544 સ્ક્વેયર ફૂટ લંડન ડબલ ડેકરને લક્ઝરી ઘરમાં ફેરવ્યું. તે બંને ભાડાના મકાનમાં વધારે પૈસા ચૂકવવા માંગતા ન હતા. ચાર્લીના પિતાની પોતાની જમીન છે. તેણે અને લ્યુકે સાથે મળીને નક્કી કર્યું કે તે […]

Ajab Gajab News
double આ કપલે ડબલ ડેકર બસમાં બનાવ્યું વૈભવી ઘર, જુઓ અંદરનો નજારો

ચાર્લી મેકવિકર અને તેના બોયફ્રેન્ડ લ્યુક વાકરે સાથે રહેવાનું નક્કી કર્યું, ત્યારે તેઓએ એક જૂની બસ ખરીદી, વૈભવી ઘર નહીં. આ બંનેએ 544 સ્ક્વેયર ફૂટ લંડન ડબલ ડેકરને લક્ઝરી ઘરમાં ફેરવ્યું. તે બંને ભાડાના મકાનમાં વધારે પૈસા ચૂકવવા માંગતા ન હતા.

Image result for अमेरिका के एक कपल ने डबल डेकर बस को बनाया लग्जरी होम

ચાર્લીના પિતાની પોતાની જમીન છે. તેણે અને લ્યુકે સાથે મળીને નક્કી કર્યું કે તે જમીનની કિંમત ચૂકવીને તેઓ પોતાનું ઘર ત્યાં સ્થળાંતર કરશે. તેના વૈભવી ઘરમાં ફાયર પ્લેસ, બાથટબ, લાકડાથી સળગતા સ્ટવ અને આલમારીઓ પણ છે. એક બેડ અને ટીવી પણ છે. સાથે જ લિવિંગ રૂમ અને કિચનની સુંદરતા પણ જોવા જેવી છે.

Image result for अमेरिका के एक कपल ने डबल डेकर बस को बनाया लग्जरी होम

આ વૈભવી મકાનમાં માઇક્રોવેવ, ફાર્મ હાઉસ સિંક, ફ્રિજ અને વોશિંગ મશીન પણ છે. અહીં બનેલા ડાઇનિંગ રૂમમાં ત્રણ લોકો બેસી શકે છે, જ્યારે લિવિંગ રુમમાં બે બેંચ લાગેલી છે.

Doubledecker Home bathroom

આ બસને ઘરમાં રૂપાંતરિત કરવામાં દંપતીને એક વર્ષ લાગ્યું. રોગચાળાને કારણે બંને અહીં રહીને તેમનું ઓફિસનું કામ કરી રહ્યા છે. બસમાં વાઇ-ફાઇ, વીજળી અને પાણીની વ્યવસ્થા પણ આપવામાં આવી છે.

Doubledecker Home dining

બસની બહાર આઉટડોર બેઠકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.  આ લક્ઝરી હાઉસમાંથી સુંદર જળાશયનો નજારો પણ જોઈ શકાય છે.

Doubledecker Home bathtub charlie

ચાર્લી અને લ્યુક બંનેને ડબલ ડેકર બસમાં રેહવાનું પસંદ છે. તેઓ અહીં આવીને ખૂબ જ ખુશ છે.

Doubledecker Home outside exterior

તેઓ કોઈ પણ સંજોગોમાં તેને છોડવા માંગતા નથી. તેઓ આ વૈભવી મકાનમાં જલ્દીથી એ.સી. લગાવવા માંગે છે, જેથી હવામાન બદલાય ત્યારે અહીં રહેવું મુશ્કેલ ન પડે.