IPL 2022/ લખનઉ સુપર જાયન્ટ્સમાં માર્ક વૂડના સ્થાને જોડાયા આ ક્રિકેટર

IPL 2022 માટે લખનૌ સુપર જાયન્ટ્સે માર્ક વૂડના સ્થાનની જાહેરાત કરી છે. તેમની જગ્યાએ એન્ડ્ર્યુ ટાયને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે

Top Stories Sports
7 31 લખનઉ સુપર જાયન્ટ્સમાં માર્ક વૂડના સ્થાને જોડાયા આ ક્રિકેટર

IPL 2022 માટે લખનૌ સુપર જાયન્ટ્સે માર્ક વૂડના સ્થાનની જાહેરાત કરી છે. તેમની જગ્યાએ એન્ડ્ર્યુ ટાયને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સિઝન માટે લખનૌએ વુડને રૂ. 7.50 કરોડમાં ખરીદ્યા હતા. પરંતુ આ સિઝન પહેલા જ તે ઈજાગ્રસ્ત થયા હતા. તેથી તેમને આખી સિઝનમાંથી બહાર રહેવું પડ્યું હતું. ફ્રેન્ચાઇઝીએ વુડના સ્થાને ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર એન્ડ્ર્યુ ટાયનો સમાવેશ કર્યો છે.

 ઈંગ્લેન્ડનો અનુભવી ઝડપી બોલર માર્ક વુડ વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી શ્રેણી દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તેને કોણીમાં ઈજા થઈ હતી, જેના પછી તે સાજો થઈ શક્યો નહોતો. લખનૌ સુપર જાયન્ટ્સને આશા હતી કે તેઓ આ સિઝન પહેલા સ્વસ્થ થઈ જશે. પરંતુ આ થઈ શક્યું નહીં. આવી સ્થિતિમાં ટીમે ટાયને રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કર્યા છે. ટાય આ પહેલા પણ આઈપીએલમાં રમી ચૂક્યા છે. તે પંજાબ કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત લાયન્સ ટીમનો ભાગ રહી ચૂક્યા છે.

એન્ડ્રુ ટાઈએ ઓસ્ટ્રેલિયા માટે ટી-20 મેચમાં સારૂ પ્રદર્શન કર્યું છે. તેમણે 32 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 47 વિકેટ લીધી છે. જ્યારે 7 વનડેમાં તેમણે 12 વિકેટ પોતાના નામે કરી છે. ટાયે 27 IPL મેચમાં 40 વિકેટ લીધી છે. આ સિઝન પહેલા તે રાજસ્થાન રોયલ્સ તરફથી રમ્યા હતા. તેમણે અનેક પ્રસંગોએ શાનદાર પ્રદર્શન કર્યું છે.