Not Set/ રોહિત શર્માએ કેપ્ટન તરીકે T20માં ઈતિહાસ રચ્યો,જાણો સમગ્ર વિગત

રવિવારે ઈડન ગાર્ડન સ્ટેડિયમ ખાતે રમાયેલી ત્રીજી અને અંતિમ T20Iમાં ભારતે 17 રનથી જીત મેળવીને શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ નોંધાવ્યું

Top Stories Sports
2 19 રોહિત શર્માએ કેપ્ટન તરીકે T20માં ઈતિહાસ રચ્યો,જાણો સમગ્ર વિગત

રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયાએ ફરી એકવાર વેસ્ટ ઈન્ડિઝને T20 શ્રેણીમાં હરાવ્યું છે. રવિવારે ઈડન ગાર્ડન સ્ટેડિયમ ખાતે રમાયેલી ત્રીજી અને અંતિમ T20Iમાં ભારતે 17 રનથી જીત મેળવીને શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ નોંધાવ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી ચાર T20I શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની આ સતત ચોથી શ્રેણી જીત છે. જેમાં ભારતીય ટીમે ત્રણ વખત વિન્ડીઝનો સફાયો કર્યો છે.  રોહિતે હવે T20I ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ જીતવાના મામલે પાકિસ્તાનના સરફરાઝ અહેમદની બરાબરી કરી લીધી છે.

ICCના પૂર્ણ સભ્ય દેશોમાં સમાવિષ્ટ ભારતીય ટીમના સુકાની તરીકે T20I માં રોહિતની આ નવમી જીત છે. તેણે આ જીત 2019-22 વચ્ચે નોંધાવી છે. તેના પહેલા, સરફરાઝ અહેમદની કપ્તાની હેઠળ, પાકિસ્તાને 2018 માં સતત નવ મેચ જીતી હતી. હિટમેન રોહિત પાસે હવે 24 ફેબ્રુઆરીથી શ્રીલંકા સામેની ટી20 શ્રેણીમાં સફરાજને પાછળ છોડવાની તક છે. અફઘાનિસ્તાનનો અસગર અફઘાન આ મામલે ટોચ પર છે, જેની કેપ્ટન્સીમાં ટીમે 2018-20 વચ્ચે સતત 12 મેચ જીતી હતી. અસગરની કપ્તાની હેઠળ અફઘાનિસ્તાને 2016 અને 2017માં સતત 11 T20 મેચ જીતી હતી પરંતુ અફઘાનિસ્તાન તે સમયે ICCનું પૂર્ણ સભ્ય નહોતું.

ત્રીજી મેચમાં વિન્ડીઝની હાર સાથે, ભારતે બીજી વખત T20I માં સતત નવમી મેચ જીત નોંધાવી. ભારતની આ જીત નવેમ્બર 2021 થી ફેબ્રુઆરી 2022 વચ્ચે મળી છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ જાન્યુઆરી 2020થી ડિસેમ્બર 2020 સુધી સતત નવ મેચ જીતી હતી. આ સિવાય ટીમ ઈન્ડિયાએ ડિસેમ્બર 2012 થી એપ્રિલ 2014, ફેબ્રુઆરી 2016 થી માર્ચ 2016 અને માર્ચ 2018 થી જુલાઈ 2018 સુધી સતત સાત T20 મેચ જીતી છે.