Not Set/ વિદ્યાર્થીઓને માસ પ્રમોશનના નિર્ણયને શિક્ષણિક મહાસંઘ ગુજરાતે વધાવ્યો

આજે રાષ્ટ્રીય મહાસંઘ ગુજરાત તેમજ પ્રાથમિક શેક્ષણિક મહાસંઘ ગુજરાત દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાને એક પત્ર લખવામાં આવ્યો હતો, જેમાં તેમણે પત્રની અંદર ધોરણ 1થી 9 અને 11 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનું અને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષાને સ્થગિત કરવાના નિર્ણયને વધાવી લઈને પોતાની ખુશીની લાગણીને પત્રમાં ઉલ્લેખ્યો હતો. તેમણે પત્રમાં […]

Gujarat

આજે રાષ્ટ્રીય મહાસંઘ ગુજરાત તેમજ પ્રાથમિક શેક્ષણિક મહાસંઘ ગુજરાત દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાને એક પત્ર લખવામાં આવ્યો હતો, જેમાં તેમણે પત્રની અંદર ધોરણ 1થી 9 અને 11 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનું અને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષાને સ્થગિત કરવાના નિર્ણયને વધાવી લઈને પોતાની ખુશીની લાગણીને પત્રમાં ઉલ્લેખ્યો હતો.

તેમણે પત્રમાં લખ્યું હતું કે , વર્તમાનમાં રોકેટ ગતિથી વધી રહેલ કોરોનાના કહેરના કારણે સંવેદનશીલ ગુજરાત સરકાર દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ની તા. ૧૦મે થી શરુ થનાર બોર્ડ પરીક્ષાઓ સ્થગિત કરવાના તથા ધોરણ ૧ થી ૯ અને ૧૧ માં માસ પ્રમોશન આપવાના *વિદ્યાર્થીલક્ષી નિર્ણયનું ગુજરાત પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ સ્વાગત કરે છે.

રાજ્યમાં અત્યંત ઝડપથી વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને હવે જ્યારે પ્રાથમિક શાળાઓમાં પરીક્ષાઓ લેવાની રહેતી નથી, ત્યારે હજારો શિક્ષકોને રોજ શાળાએ બોલાવવા યોગ્ય જણાતું નથી. આમ પણ પ્રતિવર્ષ મે માસ દરમ્યાન વેકેશન હોય જ છે.

આ વર્ષની કોરોના મહામારીની અસામાન્ય પરિસ્થિતિને ધ્યાનમાં લઈને એકેડેમિક કેલેન્ડરમાં બદલ કરીને હાલના જોખમી સમયમાં વહેલી તકે વેકેશન જાહેર કરવામાં આવે એવી પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ની માગણી છે.

આ પગલાથી કોરોના સંક્રમણની ચેઈન પણ કંઇક અંશે તોડી શકાશે. આમ રાજ્યભરના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં સત્વરે વેકેશન જાહેર કરવાની ગુજરાત પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ની માંગણી કરે છે.

ગુજરાતના બાળકો અને શૈક્ષિક સમાજના સામૂહિક સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને આ બાબતે આપશ્રી સમયસર યોગ્ય નિર્ણય કરશો એવી આશા સહ,આભાર,રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત……