Not Set/ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં કેસમાં ઘટાડો પણ મોતનાં આંકમાં વધારો

કોરોના વાયરસને કારણે દેશ અને દુનિયા મુશ્કેલીનો સામનો કરી રહી છે. આવી સ્થિતિમાં, ચેપનાં ઘટતા દૈનિક કેસોમાં રાહત મળી છે, પરંતુ વાયરસનો ફેલાવો સંપૂર્ણપણે બંધ થવાની આશા દેખાઇ રહી નથી. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાં ચેપનાં 35,551 નવા કેસ સાથે આજે ભારતનાં કુલ કેસો 95,34,965 સુધી પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાકમાં 526 નવા મૃત્યુ […]

Top Stories India
corona 4 દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં કેસમાં ઘટાડો પણ મોતનાં આંકમાં વધારો

કોરોના વાયરસને કારણે દેશ અને દુનિયા મુશ્કેલીનો સામનો કરી રહી છે. આવી સ્થિતિમાં, ચેપનાં ઘટતા દૈનિક કેસોમાં રાહત મળી છે, પરંતુ વાયરસનો ફેલાવો સંપૂર્ણપણે બંધ થવાની આશા દેખાઇ રહી નથી. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાં ચેપનાં 35,551 નવા કેસ સાથે આજે ભારતનાં કુલ કેસો 95,34,965 સુધી પહોંચી ગયા છે.

છેલ્લા 24 કલાકમાં 526 નવા મૃત્યુ સાથે, મૃત્યુઆંક વધીને 1,38,648 પર પહોંચી ગયો છે. આ ઉપરાંત, સક્રિય કેસની કુલ સંખ્યા 4,22,943 પર પહોંચી ગઇ છે. જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાકમાં, હોસ્પિટલમાંથી 40,726 નવા ડિસ્ચાર્જ સાથે 89,73,373 લોકોને રજા આપવામાં આવી છે. ભારતમાં કોરોનાનાં વધતા જતા કેસોમાં, ચિંતાની બાબત એ છે કે નવા કેસની તુલનામાં તંદુરસ્ત લોકોની સંખ્યામાં ઘટાડો થવાને કારણે રિકવરી દર આંશિક રીતે ઘટાડો નોંધાયો છે અને તે 93.61 ટકા થઈ ગયો છે.

દેશમાં સક્રિય કેસનો દર 4.90 ટકા રહ્યો છે જ્યારે મૃત્યુ દર પણ માત્ર 1.46 ટકા જ રહ્યો છે. કોરોના ચેપનાં કિસ્સામાં ભારત વિશ્વભરમાં અમેરિકા પછી બીજા સ્થાને છે. યુ.એસ. માં સંક્રમિતોની કુલ સંખ્યા લગભગ 1.28 કરોડ પર પહોંચી ગઇ છે. જો કે, ભારત હજી પણ યુ.એસ. થી 38.86 લાખ કેસ પાછળ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો