તમિલનાડુ/ કોરોના કેસ વધતા 8 ઓગસ્ટ સુધી આ મંદિરોના દ્વાર નહિ ખુલે

સમગ્ર દેશ માં કોરોના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે તેમાં પણ ખાસ કરીને  તમિલનાડુમાં  જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 8 ઓગસ્ટ સુધી કેટલાક મંદિરોમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધની જાહેરાત કરવામાં  આવી

Dharma & Bhakti
Untitled 5 કોરોના કેસ વધતા 8 ઓગસ્ટ સુધી આ મંદિરોના દ્વાર નહિ ખુલે

  સમગ્ર દેશ માં કોરોના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે તેમાં પણ ખાસ કરીને  તમિલનાડુમાં  જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 8 ઓગસ્ટ સુધી કેટલાક મંદિરોમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધની જાહેરાત કરવામાં  આવી જેમાં મીનાક્ષી અમ્માન મંદિર, કલ્લાલગર મંદિર, પઝામુધિરચોલાઈ મુરુગન મંદિર અને તિરૂપાનકુંડરામ મુરુગન મંદિરનો સમાવેશ થાય છે. તેમજ રાજયમાં  2-6 ઓગસ્ટ સુધી યોજાનારા સમારોહમાં માત્ર પુજારીઓને જ મંજૂરી આપવામાં આવશે.

કેરળ બાદ તમિલનાડુમાં પણ સતત બીજા દિવસે કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. કેસોની સંખ્યામાં વધારો થયા બાદ રાજ્યના આરોગ્ય મંત્રી એમ સુબ્રમણ્યમે શુક્રવારે જણાવ્યું હતું કે, જે જિલ્લાઓમાં કેસ વધી રહ્યા છે ત્યાંના અધિકારીઓને હોસ્પિટલમાં નવા દર્દીઓને દાખલ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. રાજ્યમાં ગુરુવારે કોરોનાના 1,859 કેસની સરખામણીમાં શુક્રવારે 1,947 કેસ નોંધાયા હતા.

ચેન્નઇ અને કોઇમ્બતુર, કુડ્ડાલોર, ડિંડીગુલ, ઇરોડ, કન્યાકુમારી અને કૃષ્ણાગીરી સહિત 17 જિલ્લાઓમાં શુક્રવારે નવા કેસોમાં વધારો જોવા મળ્યો છે. ચેન્નાઇમાં 215, કોઇમ્બતુરમાં 230, કુડ્ડાલોરમાં 70, ડિંડીગુલમાં 21, ઇરોડમાં 171, કન્યાકુમારીમાં 32 અને કૃષ્ણગીરીમાં 40 કેસ નોંધાયા હતા. દરમિયાન, બુધવારની સરખામણીમાં ગુરુવારે 16 જિલ્લાઓમાં ટેસ્ટ પોઝિટિવિટી રેટ વધ્યો. 21 મેના રોજ, જ્યારે તમિલનાડુમાં કોરોના મહામારીની બીજી લહેરમાં નવા કેસોની સંખ્યા 36,184 પર પહોંચી, ચેન્નઈમાં 12 મેના રોજ કોરોનાના નવા કેસ સંખ્યા 7,564 હતી.