પરીક્ષણ/ DRDO અને વાયુસેનાએ આ હથિયારનું કર્યુ પરિક્ષણ.જાણો સમગ્ર વિગતો

DRDO અને ભારતીય વાયુસેનાએ રાજસ્થાનના જેસલમેરમાં સંયુક્ત રીતે સ્વદેશી રીતે વિકસિત સ્માર્ટ ‘એરફિલ્ડ વિરોધી’ હથિયારના બે સફળ પરીક્ષણો કર્યા છે.

Top Stories India
range DRDO અને વાયુસેનાએ આ હથિયારનું કર્યુ પરિક્ષણ.જાણો સમગ્ર વિગતો

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) અને ભારતીય વાયુસેનાએ રાજસ્થાનના જેસલમેરમાં સંયુક્ત રીતે સ્વદેશી રીતે વિકસિત સ્માર્ટ ‘એરફિલ્ડ વિરોધી’ હથિયારના બે સફળ પરીક્ષણો કર્યા છે. સંરક્ષણ મંત્રાલયે બુધવારે આ માહિતી આપી.

મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સેટેલાઇટ નેવિગેશન અને ‘ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ સેન્સર’ પર આધારિત બે અલગ-અલગ વર્ઝન (હથિયાર)નું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દેશમાં પ્રથમ વખત આ પ્રકારના બોમ્બનું ‘ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ’ આધારિત પરીક્ષણ કરવામાં આવ્યું છે.

‘ઈલેક્ટ્રો-ઓપ્ટિક સેન્સર’ સ્વદેશી રીતે વિકસાવવામાં આવ્યું છે. મંત્રાલયે કહ્યું કે આ હથિયારને ભારતીય વાયુસેનાના એક એરક્રાફ્ટથી 28 ઓક્ટોબર અને 3 નવેમ્બરે રાજસ્થાનના જેસલમેરમાં ચંદન રેન્જથી લોન્ચ કરવામાં આવ્યું હતું. નિવેદન અનુસાર, બંને પરીક્ષણોમાં, લક્ષ્યને ઉચ્ચ ચોકસાઈ સાથે ફટકારવામાં આવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે, સિસ્ટમ (હથિયાર) મહત્તમ 100 કિલોમીટરની રેન્જ માટે તૈયાર કરવામાં આવી છે.