Hit and Run/ કાર ચાલકે સાયકલ સવારને મારી ટક્કર, કારની છત પર લાશને લઇને 10 કિંમી સુધી ચલાવતો રહ્યો કાર અને બાદમાં ફેંકી દીધી

પંજાબના મોહાલીમાંથી હિટ એન્ડ રનનો સનસનાટીભર્યો કિસ્સો બહાર આવ્યો છે. જ્યાં એક હાઇ સ્પીડ કારે સાઇકલ સવારને ટક્કર મારી હતી. જેના કારણે સાયકલ સવાર કારની છત પર પડ્યો અને તેનું મોત નીપજ્યું હતું. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે કાર ચાલકે તેની કારની છત પર લાશ સાથે આશરે 10 કિ.મી. કાર ચલાવી હતી. બાદમાં તેણે […]

India
car accident કાર ચાલકે સાયકલ સવારને મારી ટક્કર, કારની છત પર લાશને લઇને 10 કિંમી સુધી ચલાવતો રહ્યો કાર અને બાદમાં ફેંકી દીધી

પંજાબના મોહાલીમાંથી હિટ એન્ડ રનનો સનસનાટીભર્યો કિસ્સો બહાર આવ્યો છે. જ્યાં એક હાઇ સ્પીડ કારે સાઇકલ સવારને ટક્કર મારી હતી. જેના કારણે સાયકલ સવાર કારની છત પર પડ્યો અને તેનું મોત નીપજ્યું હતું. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે કાર ચાલકે તેની કારની છત પર લાશ સાથે આશરે 10 કિ.મી. કાર ચલાવી હતી. બાદમાં તેણે કારની છત પરથી લાશ ફેંકી દીધી હતી.

મોહાલીની ડીએસપી રુપિંદર દીપ કૌર સોહીએ જણાવ્યું હતું કે, એક રાહદારીએ અકસ્માત અંગે માહિતી આપી હતી. સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ આરોપી કાર ચાલકની ઓળખ ફતેહગઢ સાહિબ જિલ્લાના નિર્મલ સિંહ તરીકે થઈ છે. તેણે લાશને સની એન્ક્લેવમાં ફેંકી દીધી. મૃતકની ઓળખ શહેરના એરો સિટી વિસ્તારના રહેવાસી યોગેન્દ્ર મંડળ તરીકે થઈ છે.

a car driving on a city street‘જીવવું તો સાથે અને મરવું તોય સાથે’ નો કિસ્સો સામે આવ્યો, એક જ ચિતા પર પતિ-પત્નીના થયા અંતિમ સંસ્કાર

આરોપી નિર્મલ સિંહની ધરપકડ કરવામાં આવી છે. આઈપીસીની કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર યોગેન્દ્ર મંડળને એક કાર ચાલકે ટક્કર મારી હતી. ટક્કરને કારણે મંડલ કૂદીને કારની છત પર પડ્યો. પરંતુ નિર્મલ તેને રોકવાના બદલે કાર ચલાવતો રહ્યો. તેણે લગભગ 10 કિમી સુધી કાર ચલાવી. આ સમય દરમિયાન કારની છત પર મંડલ હતો. આ દરમિયાન તેમનું અવસાન થયું.

પોલીસે જણાવ્યું કે કાર ડ્રાઈવર નિર્મલ સિંહ ઝીરકપુરથી સન્ની એન્ક્લેવ તરફ જઇ રહ્યો હતો ત્યારે તેણે 35 વર્ષીય યોગેન્દ્ર મંડળને એરપોર્ટ રોડ નજીક સાઇકલ સવાર ટક્કર મારી. ટક્કર બાદ આરોપી 13 રોડ ક્રોસિંગને પાર કરી ગયો હતો. પરંતુ કોઈએ મૃતદેહ કારની છત પર પડેલો જોયો ન હતો.