અછત/ રાજકોટમાં મેડિકલ સ્ટોર્સમાં પણ નથી મળી રહી આ દવા

રાજ્યમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે .કોરોના ની આ બીજી લહેર ખુબ જ ભયાનક છે .જેમાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે .રાજકોટમાં કોરોના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે. રાજકોટમાં કોરોના ની ભયાનક સ્થિતિ જોવા મળી રહી છે .જેનાથી અનેક દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. રાજકોટમાં રોજને રોજ […]

Gujarat Rajkot
Untitled 332 રાજકોટમાં મેડિકલ સ્ટોર્સમાં પણ નથી મળી રહી આ દવા

રાજ્યમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે .કોરોના ની આ બીજી લહેર ખુબ જ ભયાનક છે .જેમાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે .રાજકોટમાં કોરોના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે. રાજકોટમાં કોરોના ની ભયાનક સ્થિતિ જોવા મળી રહી છે .જેનાથી અનેક દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. રાજકોટમાં રોજને રોજ ક્યાંક ઓક્સિજન, ક્યાંક રેમડેસિવિર તો ક્યાંક બેડની અછતની  જોવા મળી રહી છે.ત્યારે વધુ માં  કોરોના દર્દીઓને અપાતી એક દવાની અછત રાજકોટમાં ઉભી થઈ છે. રાજકોટમાં રેમડેસિવિર બાદ ફેબીફલૂ દવાની અછત સર્જાઈ છે. મેડિકલ સ્ટોરમાં ફેબીફ્લૂ દવાનો જથ્થો ખૂટી પડ્યો છે. ત્રણ દિવસથી માર્કેટમાં ફેબીફ્લૂ દવાની માંગ ઉઠી છે, છતાં  પણ દવા મળતી નથી જેમના લીધે દર્દીઓ મુશ્કેલીમાં મુકાય ગયા છે.

નોધનીય છે કે હોમ આઇસોલેટ દર્દીઓ ફેબીફ્લૂની  જરૂર પડતી હોવાનું જાણવા મળ્યું હતું .જેમના લીધે  રાજકોટમાં દર્દીઓનાં પરિવારજનો આ દવા લેવા છેલ્લા બે દિવસથી દોડધામ કરી રહ્યાં છે, પરંતુ આ દવા મળવી મુશ્કેલ બની છે.

ઉલ્લેખનીય છે કે ફેબીફ્લૂ નામની દવા દર્દીઓમાં રિકવરી ઝડપી આવે છે. આ માટે દર્દીઓને ઈન્જેક્શન લેવાની જરૂર ન પડે, તેથી તબીબો ફેબીફ્લૂ નામની દવા આપે છે. આ દવા રાજકોટમાં એકાદ સપ્તાહ પહેલાં આસાનીથી દરેક મેડિકલ સ્ટોર પર મળતી હતી, પરંતુ છેલ્લા બે દિવસથી આ દવા મળી નથી રહી.Untitled 46 રાજકોટમાં મેડિકલ સ્ટોર્સમાં પણ નથી મળી રહી આ દવા