અફવા/ દુબઇ-મુંબઇ ફલાઇટમાં આરડીએકસ હોવાનો ફોન આવતાં અફરાતફરી મચી

કોઈએ ફોન કરીને ખોટી અફવા ફેલાવી હતી કે દુબઇથી મુંબઇ આવતા વિમાનમાં આરડીએક્સ છે. આ માહિતી મળતાની સાથે જ અધિકારીઓ સત્વરે એકશન લીધી  અને સાવચેતી રૂપે એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી હતી

India
mumbai દુબઇ-મુંબઇ ફલાઇટમાં આરડીએકસ હોવાનો ફોન આવતાં અફરાતફરી મચી

શનિવારે મુંબઇ એરપોર્ટ પર હંગામો થયો હતો જ્યારે કોઈએ ફોન કરીને ખોટી અફવા ફેલાવી હતી કે દુબઇથી મુંબઇ આવતા વિમાનમાં આરડીએક્સ છે. આ માહિતી મળતાની સાથે જ અધિકારીઓ સત્વરે એકશન લીધી  અને સાવચેતી રૂપે એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી હતી. જો કે, વિમાનની તપાસ કર્યા બાદ સુરક્ષા કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો અને ફોન ઉપર આપેલી માહિતી ખોટી હોવાનું જણાવાયું હતું.

વિમાનમાં આરડીએક્સ હોવાનાે ફોન આવતા સુરક્ષા અધિકારીઓ હરકતમાં આવી ગયા હતા, અને સતવરે એરપોર્ટ પર સઘન સુરક્ષા કરવામાં આવી હતી અને ત્યારબાદ અધિકારીઓએ સઘન ચેકીગ હાથ ધરી હતી અને વિમાનની ચેકીંગ કરવામાં આવતા કોઇ આરડીએકસ મળી આવ્યો ન હતો,બાદમાં અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો, આ ફોન અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે. આ મહજ એક અફવા સાબિત થઇ હતી.અધિકારીઓ ફોનની અપડેટ મેળવવા માટે સઘન તપાસ હાથ ધરી છે. વિમાન