વાવાઝોડું/ ‘યાસ’ વાવાઝોડાને લઈને PM મોદી આજે કરશે હાઈ લેવલની મીટીંગ, તૈયારીઓને લઈને કરશે ચર્ચા

પીએમ નરેન્દ્ર મોદી આજે રવિવારે ચક્રવાત યાસને લઈને એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠકમાં સરકારના તમામ વરિષ્ઠ અધિકારીઓ જોડાશે. આ બેઠકમાં પીએમ મોદી ચક્રવાત સાથેના વ્યવહારની તૈયારીઓ વિશે ચર્ચા કરશે

Top Stories India
A 286 'યાસ' વાવાઝોડાને લઈને PM મોદી આજે કરશે હાઈ લેવલની મીટીંગ, તૈયારીઓને લઈને કરશે ચર્ચા

પીએમ નરેન્દ્ર મોદી આજે રવિવારે ચક્રવાત યાસને લઈને એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠકમાં સરકારના તમામ વરિષ્ઠ અધિકારીઓ જોડાશે. આ બેઠકમાં પીએમ મોદી ચક્રવાત સાથેના વ્યવહારની તૈયારીઓ વિશે ચર્ચા કરશે.

પીએમ મોદીની આ બેઠક સવારે 11 વાગ્યે યોજાશે જેમાં વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત એનડીએમએ પ્રતિનીધી, ટેલિકોમના સેક્રેટરીઝ, પાવર, સિવિલ એવિએશન અને અર્થ સાઈન્સના મંત્રી પણ સામેલ થશે. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય મંત્રીઓ પણ હાજર રહેશે.

આ પણ વાંચો :કોરોના બાદ બ્લેક ફંગસનો કહેર, 14 રાજ્યોએ જાહેર કરી મહામારી….

ચક્રવાત વાવાઝોડું યાસ 26 મેની સાંજે પશ્ચિમ બંગાળ-ઓડિશાના કાંઠે પહોંચી શકે છે. ચક્રવાતી વાવાઝોડું યાસના ભયને ધ્યાનમાં રાખીને ઓડિશા સરકારે દરિયાકાંઠાના જિલ્લાઓમાં હાઈએલર્ટ જાહેર કર્યું છે. આ સાથે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિક્રિયા દળ (એનડીઆરએફ) એ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ટીમો તૈનાત કરવાનું શરૂ કર્યું છે.

કોવિડ -19 મહામારી વચ્ચે ચક્રવાત યાસના સમાચાર પર, ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે શનિવારે અધિકારીઓને સાવચેત રહેવાની અને ચક્રવાત આશ્રયસ્થાનોમાં ભીડને કારણે વાયરસનું ચેપ ફેલાય નહીં તેની ખાતરી કરવા આદેશ આપ્યો છે.

આ પણ વાંચો :દેશમાં કોરોનાની ગતિ મંદ પડિ રહી છે, રિકવરીના કેસોમાં નોંધપાત્ર વધારો

જિલ્લા કલેક્ટર આ અભિયાનની રાખશે દેખરેખ

અધિકારીઓને લોકોના જીવનની સુરક્ષા માટે પગલા ભરવાની સૂચના આપતા પટનાયકે કહ્યું કે, દરેક દુર્ઘટના વ્યવસ્થાપન માટે અમારું એકમાત્ર ધ્યેય છે કે ‘તમામ જીવન કિંમતી છે.’ તેથી આ સ્થિતિમાં અમારું સૌથી મહત્વનું કામ નીચા અને સંવેદનશીલ વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળોએ લાવવાનું છે. ” તેમણે જિલ્લા કલેકટરો અને એસપીને અભિયાનની દેખરેખ રાખવા જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ એવું પણ સુચન કર્યું હતું કે આફતની સ્થિતિને ધ્યાનમાં રાખીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ ઓડીઆરએફ, એનડીઆરએફ, રોડ ક્લીયરિંગ મશીન અને બચાવ કામગીરી માટેના તમામ જરૂરી ઉપકરણોને બધા મહત્વના સ્થળોએ તૈયાર રાખવા જોઈએ.

આ પણ વાંચો :કેન્દ્ર દ્વારા કચેરીઓમાં રસીકરણને મળી મંજૂરી કર્મચારીઓ સાથે, પરિવારના સભ્યો પણ રસી લઈ શકશે

kalmukho str 19 'યાસ' વાવાઝોડાને લઈને PM મોદી આજે કરશે હાઈ લેવલની મીટીંગ, તૈયારીઓને લઈને કરશે ચર્ચા