Celebration/ તહેવારોની ઉજવણી પર લગાવ્યું કોરોનાનું ગ્રહણ, ચર્ચ દ્વારા કરવામાં આવશે ઓનલાઈન ઉજવણી

The eclipse of the corona imposed on the celebration of the festival, will be celebrated online by the church

Top Stories India
celebration તહેવારોની ઉજવણી પર લગાવ્યું કોરોનાનું ગ્રહણ, ચર્ચ દ્વારા કરવામાં આવશે ઓનલાઈન ઉજવણી

@માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ

ભારતએ તહેવારોનો દેશ છે અને ભારતમાં દરેક તહેવાર બહુ ઉત્સાહ પૂર્વક ઉજવવામાં આવે છે આ વર્ષે કોરોનાને કારણે દરેક તહેવાર ગાઈડલાઈનના બંધનમાં બંધાઈ ગયા હતા.

• તહેવારોની ઉજવણી પર લગાવ્યું કોરોનાનું ગ્રહણ
• નવા વર્ષની ઉજવણી પણ સાદાઈથી
• દર વર્ષે ચર્ચમાં લોકો ભેગા મળીને કરે છે નવા વર્ષની ઉજવણી
• ચર્ચ દ્વારા કરવામાં આવશે ઓનલાઈન ઉજવણી
• ઈશુના સંદેશાને લોકો સુધી ઓનલાઈન પહોંચાડવામાં આવશે

ભારતએ તહેવારોનો દેશ છે. દેશમાં તમામ તહેવાર ઉત્સાહ પૂર્વક ઉજવવામાં આવે છે. આવી રહેલા નવા વર્ષને લોકો ધામધુમપૂર્વક ઉજવતા હોય છે. નવાવર્ષની ઉજવણી લોકો ફટાકડા ફોડી અને કેક ખવડાવીને કરતા હોય છે. નવા વર્ષે લોકો નવા સંકલ્પ લેતા હોય છે. દર નવા વર્ષે ચર્ચમાં ધામધુમ પૂર્વક ઉજવણી થતી હોય છે. લોકો નવા વર્ષ સારૂ અને આનંદદાયી રહે તે માટે ભગવાન ઈશુને પ્રાર્થના કરતા હોય છે. ચર્ચમાં પાદરી લોકોને ઈશુનો સંદેશો પાઠવીને નવા વર્ષના આષિશ વચન આપતા હોય છે.

Celebrating Christmas 2018 - Church of the Assumption

આ વર્ષે આવેલી કોરોનાની મહામારીએ દરેક તહેવારોની ઉજવણી પર ગ્રહણ લગાડી દીધુ છે. મહામારીને કારણે હવે લોકો ધર્મ સ્થાનો પર લોકની ભીડ જમા થવા દેવામાં આવતી નથી. જો કે હાલ ચર્ચ હજી પહેલાની જેમ શરૂ કરવામાં આવ્યા નથી. જેથી કોરોના કાળથી અત્યાર સુધી ચર્ચમાં પ્રાર્થના સભાની શરૂવાત થઈ નથી ત્યારે નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. પરંતુ આ વર્ષે કોઈ જ લોકોને ચર્ચમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

નવા વર્ષ દુનિયા માટે સારૂ રહે અને લોકો ફરી મુક્ત મને બધે ફરી શકે તેવી આશા દરેક લોકોના મનમાં છે. ત્યારે નવુ વર્ષ લોકો માટે ફળદાયી બને તેવી શુભેચ્છા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…