OMG 2 Trailer Release/  ‘રાહનો અંત’, આવી ગયા ભોલેનાથ …’, અક્ષય કુમારની ઓહ માય ગોડ 2 નું ટ્રેલર થયું રિલીઝ

ઓહ માય ગોડ 2 નું ટ્રેલર સોશિયલ મીડિયા પર ભારે હોબાળો બાદ રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં અક્ષય કુમારનો શિવ અવતાર માત્ર ઈમ્પ્રેસ જ નથી કરતો પણ રૂવાંડા ઊંભા કરી દે તેવું છે. 

Trending Entertainment
Oh My God 2 Trailer Released

બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ઓહ માય ગોડ 2 લાંબા સમયથી સેન્સર બોર્ડની મંજૂરીને લઈને વિવાદમાં ઘેરાયેલી હતી. પરંતુ સેન્સર બોર્ડની સલાહ બાદ આખરે હવે ફિલ્મના ચાહકો માટે ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યું છે. ઓહ માય ગોડ 2 ના ટ્રેલરમાં, અક્ષય કુમારનો શિવ અવતાર અને બીજી તરફ હંગામાની સ્ટોરી જોવા મળી રહી છે. OMG 2 માં પંકજ ત્રિપાઠીનું પ્રદર્શન ફરી એકવાર લાઈમલાઈટ લૂંટી રહ્યું છે.

OMG 2 ના ટ્રેલરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.

ઓહ માય ગોડ 2 ના ટ્રેલરની શરૂઆતમાં મહાદેવને નંદી બાબા સાથે વાત કરતા બતાવવામાં આવ્યા છે. પછી વાર્તા સીધી કોર્ટમાં જજ સુધી પહોંચતી દેખાય છે, જ્યાં પંકજ ત્રિપાઠી પ્રથમ દેખાય છે અને કેસ અહીંથી શરૂ થાય છે. જ્યાં એક સ્કૂલના બાળકની વાત કરવામાં આવી રહી છે અને તે સ્કૂલના બાળકના પિતા એટલે કે પંકજ ત્રિપાઠી પોતે કોર્ટમાં કેસ લડવાના છે. પંકજ ત્રિપાઠી એક શિવ ભક્ત છે, જે પોતાની સમસ્યાઓ મહાદેવની સામે મૂકે છે. ત્યારબાદ અક્ષય કુમારની મહાદેવ તરીકેની એન્ટ્રી સુંદર રીતે બતાવવામાં આવી છે. ઓહ માય ગોડ 2 સામાજિક સંદેશ સાથે ડ્રામા અને કોમેડીનું મિશ્રણ આપે છે.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)

OMG 2 ની સ્ટોરી છે યુનિક!

ઓહ માય ગોડની સિક્વલમાં અક્ષય કુમારની નવી ફિલ્મ એક અનોખી વાર્તા સાથે વાપસી કરી રહી છે. ફિલ્મમાં જાતીય શિક્ષણનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. જ્યાં વાર્તા એક છોકરાની આત્મહત્યાથી શરૂ થાય છે અને પછી કોર્ટરૂમ ડ્રામા સુધી પહોંચે છે. ફિલ્મમાં અક્ષય કુમારની સાથે પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમ લીડ રોલમાં જોવા મળશે. પંકજ ત્રિપાઠી એક શિવ ભક્ત અને મૃત છોકરાના પિતાનું પાત્ર ભજવી રહ્યો છે, જ્યારે યામી ગૌતમ વકીલ તરીકે જોવા મળી રહી છે. અમિત રાય દ્વારા નિર્દેશિત ફિલ્મ ઓહ માય ગોડ 2 ભૂતકાળમાં સેન્સર બોર્ડની મંજૂરીને કારણે ઘણી ચર્ચામાં રહી હતી. અહેવાલો અનુસાર, નિર્માતાઓને CBFC તરફથી ફિલ્મમાં ઘણા કટ અને સંવાદો બદલવાની સલાહ મળી છે.

આ પણ વાંચો:Akansha puri record/આકાંક્ષા પુરીનું બિગ બોસનું Liplock ભૂલી જાવ, હવે કરશે 1 મિનીટની Kiss

આ પણ વાંચો:Nitin Desai Suicide/આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈએ કર્યો આપઘાત, આર્થિક તંગીથી હતા પરેશાન, દેવદાસ-લગાન જેવી ફિલ્મો માટે કર્યા હતા સેટ ડિઝાઇન

આ પણ વાંચો:Gujarati films/રાજય સરકારે ગુજરાતી ચલચિત્રો માટે વિવિધ કેટેગરી માટે પારિતોષિક અને રોકડ પુરસ્કારની જાહેરાત કરી,જુઓ સમગ્ર લિસ્ટ