Not Set/ રાજકોટ પર રોગચાળાનો ખપ્પર ભરડો, હોસ્પીટલોમાં ખાટલા ખુટી ગયા

રાજકોટ પર રોગચાળાનો આવો ખપ્પર ભરડો જોવામાં આવી રહ્ય છે કે, સિવિલ તેમજ તમામ હોસ્પીટલોમાં દર્દી માટેનાં ખાટલા પણ ખુટી ગયા છે, અને હાલ દર્દીઓને નીચે સુવડાવી સારવાર આપવામાં આવી રહ્યાનું સામે આવી રહ્યું છે. જ્યાં જોવો ત્યાં માંદગીનાં ખાટલા જોવામાં આવી રહ્યા છે. રાજકોટમાં ગંદકીને પગલે વધી રહેલા રોગચાળાને લીધે દવાખાનાઓ ઉભરાઇ રહયા છે. […]

Top Stories Gujarat Rajkot
rkt2 રાજકોટ પર રોગચાળાનો ખપ્પર ભરડો, હોસ્પીટલોમાં ખાટલા ખુટી ગયા

રાજકોટ પર રોગચાળાનો આવો ખપ્પર ભરડો જોવામાં આવી રહ્ય છે કે, સિવિલ તેમજ તમામ હોસ્પીટલોમાં દર્દી માટેનાં ખાટલા પણ ખુટી ગયા છે, અને હાલ દર્દીઓને નીચે સુવડાવી સારવાર આપવામાં આવી રહ્યાનું સામે આવી રહ્યું છે. જ્યાં જોવો ત્યાં માંદગીનાં ખાટલા જોવામાં આવી રહ્યા છે.

રાજકોટમાં ગંદકીને પગલે વધી રહેલા રોગચાળાને લીધે દવાખાનાઓ ઉભરાઇ રહયા છે. ત્યારે રાજકોટની સિવિલ હોસ્પીટલ અને ખાનગી હોસ્પીટલોમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળે છે. ઘણી જગ્યાઓ પર તો ખાટલા ખૂટી પડતાં કેટલક દર્દીઓને જમીન પર જ સુવડાવીને સારવાર કરવામાં આવી રહી છે. એક તરક જન્માષ્ટમીનો તહેવાર છે, તો બીજી તરફ રોગચાળએ માજા મૂકતા લોકોને પારાવાર મુશ્કેલીઓ થઇ રહી છે.

rkt રાજકોટ પર રોગચાળાનો ખપ્પર ભરડો, હોસ્પીટલોમાં ખાટલા ખુટી ગયા

છેલ્લા બે મહિનામાં રાજકોટમાં રોગચાળાના આંકડાઓ પર નજર નાંખીએ તો જુલઇમાં 301 ડેંગ્યુનાં શંકાસ્પદ કેસ સામે આવ્યા હતા. જેમાંથી 27 કેસ પોઝીટીવ હતા. તો ઓગસ્ટમાં 288 કેસ શંકાસ્પદ નોંધાયા હતા જેમાંથી 24 કેસ પોઝીટીવ હતા. તો જુલાઇમાં ચિકનગુનિયાના 22 શંકાસ્પદ કેસ સામે આવ્યા હતા. જયારે ઓગસ્ટમાં ચિકનગુનિયાના 26 કેસ સામે આવ્યા હતા. આમ છેલ્લા બે માસથી રોગચાળાના આંકડા વધી રહયા છે. અને સ્થાનિક ધારાસભ્ય કહી રહયા છે કે જીવનમરણ ભગવાનનાં ભરોસે છે.

બેજવાબદાર તંત્ર અને તંત્રનાં રખેવાળો જ્યારે ગમે તેમ નિવેદનો આપી રહયા છે. ત્યારે રાજકોટની વાસ્તવિકતા કંઇક અલગ છે.  રાજકોટની સિવિલ હોસ્પીટલના પટાંગણમાં જ ગંદકીના થર જામેલા જોવા મળ્યા છે. હોસ્પીટલ સુપ્રિટેન્ડનની કચેરી સામેના આ દ્રશ્યો છે. જયાં પાણી ભરાયેલા છે. અને મચ્છરોના પોળા તેમાં જામેલા છે.

rkt1 રાજકોટ પર રોગચાળાનો ખપ્પર ભરડો, હોસ્પીટલોમાં ખાટલા ખુટી ગયા

જયાં દર્દીઓની સારવાર થાય છે તે સ્થળે જો આવી સ્થીતી હોય તો સમગ્ર રાજકોટના વિવિભ સ્થળો પર કેવી હાલત હશે તે વિચારવા જેવી બાબત છે. આ દ્રશ્યો જોતા જ ખ્યાલ આવે છે કે રાજવાસીઓના આરોગ્ય મામલે તંત્રની કોઇ ગંભીરતા નથી તંત્રનું બેજવાબદારી ભર્યા વલણની આ દ્રશ્યો ચાડી ખાઇ રહયા છે. ત્યારે રાજકોટ વાસીમાં માગણી ઉઠી રહી છે કે તંત્ર કોઇ નક્કર પગલા લઇ ગમેતે , સંજોગોમાં રોગચાળા પર કાબુ મેળવે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.