OMG!/ પિતાએ જન્મ દિવસની ભેટ સ્વરૂપે દિકરા માટે ચંદ્ર પર ખરીદી જમીન

મધ્યપ્રદેશનાં સતના જિલ્લામાં એક પિતાએ પોતાના દિકરાને તેના જન્મદિવસનાં અવસરે ચંદ્ર પર જમીન ખરીદીને ભેટ આપી છે. બર્થડે ગિફ્ટ આપવાનો આ અનોખો કિસ્સો સામે આવ્યા બાદ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Ajab Gajab News
દિકરા માટે પિતાએ ચંદ્ર પર ખરીદી જમીન

મધ્યપ્રદેશનાં સતના જિલ્લામાં એક પિતાએ પોતાના દિકરાને તેના જન્મદિવસનાં અવસરે ચંદ્ર પર જમીન ખરીદીને ભેટ આપી છે. બર્થડે ગિફ્ટ આપવાનો આ અનોખો કિસ્સો સામે આવ્યા બાદ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

દિકરા માટે પિતાએ ચંદ્ર પર ખરીદી જમીન

આ પણ વાંચો – ગજબ છે ..! / શ્રીલંકામાં મળ્યો 400 મિલિયન વર્ષ જૂનું વિશ્વનો સૌથી મોટો નીલમ, કિંમત જાણીને ઉડી જશે તમારા હોશ

મધ્યપ્રદેશનાં સતના શહેરનાં ભરહુત નગરનાં રહેવાસી અભિલાષ મિશ્રાએ તેમના 2 વર્ષનાં પુત્ર અવયાન મિશ્રાનાં જન્મદિવસ પર ‘ચંદ્રનો એક ટુકડો’ ભેટ આપ્યો છે. આ એક સ્વપ્ન નથી, પરંતુ વાસ્તવિકતા છે. જો કે દરેક વ્યક્તિ તેના જન્મદિવસ પર પુત્રને આપવા માટે કોઈને કોઈ ભેટ ખરીદે છે, પરંતુ સતના જિલ્લાનાં એક વ્યક્તિએ તેના બે વર્ષનાં દિકરા માટે એવી અનોખી ભેટ ખરીદી છે, જેની લોકો કલ્પના જ કરી શકે છે. જણાવી દઇએ કે, અભિલાષ મિશ્રા બેંગ્લોરમાં એક ખાનગી કંપનીમાં રિજનલ મેનેજર તરીકે કામ કરે છે. તેના 2 વર્ષનાં પુત્ર અવયાનનાં જન્મદિવસ નિમિત્તે તેણે તેને ચંદ્ર પર એક એકર જમીન ખરીદીને ભેટ આપી છે. બુધવારે 15 ડિસેમ્બરે અવયાન 2 વર્ષનો થઈ ગયો. આ પ્રસંગે તેમને મળેલી અનોખી ભેટ હવે ચર્ચાનો વિષય બની છે. અભિલાષની આ ભેટથી તેના માતા-પિતા પણ ઘણા ખુશ છે. પત્ની શ્વેતાની ખુશી તેના ચહેરા પર સ્પષ્ટપણે દેખાઇ રહી છે. અભિલાષ કહે છે કે, અમે અમારા ચાંદ જેવા દિકરા માટે ચંદ્ર પર જમીન આપી છે. તે અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે. આ જમીનનાં દસ્તાવેજો 15 ડિસેમ્બરથી અવયાનનાં જન્મદિવસે અસ્તિત્વમાં આવ્યા છે. જમીનનાં અધિકારની સાથે દિકરાને ચંદ્ર પરની નાગરિકતા પણ મળી છે.

દિકરા માટે પિતાએ ચંદ્ર પર ખરીદી જમીન

આ પણ વાંચો – Omicron / માછીમારોની જાળમાં માછલીને બદલે એવી વસ્તુ ફસાઈ ગઈ કે તેણે તેનું જીવન બદલી નાખ્યું 

આ અંગે અભિલાષ મિશ્રાએ જણાવ્યું કે ન તો તેણે તેની પત્નીને અને ન તો તેના માતા-પિતાને ઘરે આ વિશે કંઈ કહ્યું હતુ. તે તેના ઘરે સરપ્રાઇઝ કરવા માંગતો હતો. ખાસ વાત એ છે કે ચંદ્રમાં ખરીદેલી જમીનનાં ટુકડાની માલિકી 15 ડિસેમ્બરે મળી જશે. અભિલાષની વાત માનીએ તો તેણે ડિજીટલની દુનિયામાં સર્ચ કર્યું તો તેને અમેરિકાની એક કંપનીની ખબર પડી જે ચંદ્ર પર જમીન વેચવાનું કામ કરે છે. બસ પછી શું હતું, અભિલાષે પણ ચંદ્રની ધરતી તરફ પગ મૂક્યો. અભિલાષે આ જમીન 35000 રૂપિયામાં ખરીદી છે. જ્યારે તેની રજિસ્ટ્રીની કિંમત 65000 રૂપિયા છે. કુલ મળીને એક એકર જમીનની કિંમત 1 લાખ રૂપિયા છે.  લુના સોસાયટી ઇન્ટરનેશનલ એ એકમાત્ર કંપની છે જે ચંદ્ર પર જમીન વેચે છે. અભિલાષે ઈમેલ દ્વારા કંપનીનો સંપર્ક કરી જમીન ખરીદી હતી. કંપનીએ દિકરા માટે ગ્રીટિંગ કાર્ડ પણ મોકલ્યું છે, જેમાં લખ્યું છે- સપનાની ધરતી પર તમારી પ્રથમ જમીન ચંદ્ર છે.