AHMEDABAD NEWS/ અમદાવાદમાં પહેલા જ વરસાદે પ્રી-મોનસૂન કામગીરીની પોલ ખોલી

અમદાવાદમાં પહેલા જ વરસાદે પ્રી-મોનસૂન કામગીરીની પોલ ખોલી છે. સામાન્ય વરસાદમાં જ અમદાવાદ પાણી પાણી થઈ ગયું છે. વસ્ત્રાલ વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા ઉડીને આંખે વળગે તેવી છે.

Gujarat Ahmedabad Breaking News
Beginners guide to 2024 06 11T133854.644 અમદાવાદમાં પહેલા જ વરસાદે પ્રી-મોનસૂન કામગીરીની પોલ ખોલી

Ahmedabad News: અમદાવાદમાં પહેલા જ વરસાદે પ્રી-મોનસૂન કામગીરી (Premonsoon Work) ની પોલ ખોલી છે. સામાન્ય વરસાદમાં જ અમદાવાદ પાણી પાણી થઈ ગયું છે. વસ્ત્રાલ વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા ઉડીને આંખે વળગે તેવી છે. વસ્ત્રાલમાં પાણી અને તૂટેલા રોડથી વાહનચાલકો પરેશાન છે. વર્ષોથી એકલવ્ય સ્કૂલ પાસે પાણી ભરાય છે પરંતુ કોર્પોરેશન હજી સુધી તેનો કોઈ ઇલાજ કરી શક્યું નથી અને રીતસરનું આંખ આડા કાન કરી રહ્યું છે.

ફક્ત વસ્ત્રાલમાં જ આવું છે તેવું નથી, બાપુનગરમાં પણ વરસાદના લીધે આવી જ સ્થિતિનું નિર્માણ થયું છે. પહેલા વરસાદમાં બાપુનગર સ્ટેડિયમ ફરતે ગટરના પાણી ઉભરાયા હતા. તંત્રએ હવે કયા આધારે અત્યાર સુધી પ્રી-મોનસૂન કામગીરી કરે તેની તેને ખબર જ લાગતી નથી. હજી સામાન્ય વરસાદમાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય તો પછી ભારે વરસાદ પડશે ત્યારે શું થશે. આમ સીઝનના પહેલા જ વરસાદે પ્રીમોનસૂન કામગીરી કાગળ પર જ થઈ હોય તેવી છાપ ઉભી કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં કોર્પોરેશન ફાયર NOCના મામલે એક્શન મોડમાં

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ શપથ લીધાં

આ પણ વાંચો: GPCBની પ્રદૂષણને લઈને દાણીલીમડા CEPTને તાત્કાલિક બંધ કરવા નોટિસ

આ પણ વાંચો: અમદાવાદમાં એસપી રિંગ રોડ પર દાસ્તાન, નિકોલ અને તપોવન જંકશન 45 દિવસ સુધી બંધ