Not Set/ કાશ્મીરમાં શરૂ થઇ સીઝનની પહેલી બરફવર્ષા, પર્યટકોમાં રોમાંચીત

જેને પૃથ્વી પરનાં સ્વર્ગની ઉપમા મળેલી છે તેવા ભારતનાં શિરોમોર સમાન કાશ્મીર અને કાશ્મીર ખીણ પ્રદેશમાં અરફરીન કુદરતી નજારો હાલ સર્જાયો છે. જી નહીં આ વાત છે કુદરતી નજારાની, કાશ્મીર જે હાલ આતંકવાદ અને આતંકી હુમલા માટે બદનામ છે તે જ કાશ્મીરને કુદરત તરફથી અપ્રતિમ ભેટ મળેલી છે અને તે છે સુંદરતા, કાશ્મીરની વાદીઓમાં કુદરતે […]

India
kashmir.jpg5 કાશ્મીરમાં શરૂ થઇ સીઝનની પહેલી બરફવર્ષા, પર્યટકોમાં રોમાંચીત

જેને પૃથ્વી પરનાં સ્વર્ગની ઉપમા મળેલી છે તેવા ભારતનાં શિરોમોર સમાન કાશ્મીર અને કાશ્મીર ખીણ પ્રદેશમાં અરફરીન કુદરતી નજારો હાલ સર્જાયો છે. જી નહીં આ વાત છે કુદરતી નજારાની, કાશ્મીર જે હાલ આતંકવાદ અને આતંકી હુમલા માટે બદનામ છે તે જ કાશ્મીરને કુદરત તરફથી અપ્રતિમ ભેટ મળેલી છે અને તે છે સુંદરતા, કાશ્મીરની વાદીઓમાં કુદરતે ભરી ભરીને કામણ પાથર્યું છે અને તે કામણમાં પણ શિયાળો આવતા ચાર ચાંદ લાગી જાઇ છે.

જી હા, સહેલાણીઓ જે પલની વાટ આખું વર્ષ જોવે છે તે પલ અને નજારો કાશ્મીરમાં પોતાની સુંદરતા હાલ વિખેરી રહ્યો છે. કાશ્મીરમાં આ વર્ષની બરફવર્ષાની સીઝનની પહેલી હિમવર્ષે શરુ થઇ ગઇ છે. સમગ્ર હિમાલયન બેલ્ટ અને ખાસ કરીને કાશ્મીરી વાદીઓએ સફેદ ચાદર આઢી લીધી છે અને પોતાની સૌંદર્યતાથી મનમોહક નજારો સર્જી દીધો છે.

કાશ્મીરનો મુખ્ય વ્યાપાર ઉદ્યોગ જોવામાં આવે તો આમતો પ્રવાસન જ કહેવાય, પરંતુ છેલ્લા ઘણા સમયથી આતંકવાદનાં કારણે કાશ્મીરનાં આ વ્યાવસાયની કમર ટુંટી ચૂકી છે. જોકે સરકાર દ્વારા આ વખતે ખાસ ટુરીઝમ પર ધ્યના કેન્દ્રીત કરવામાં આવ્યું છે. અને અનેક ટુરીસ્ટો કાશ્મીરની મજા મળી રહ્યા છે ત્યારે પહેલી હિમવર્ષાનાં આગમન સાથે પ્રવાસીઓ પણ રોમાંચીત જોવા મળી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.