Interesting/ ફ્લાઇટ કેન્સલ થઇ અને મહિલા બની ગઇ કરોડપતિ, જાણો કેવી રીતે

ફ્લોરિડામાં મહિલા એ એક મિલિયન ડોલરની લોટરી જેકપોટ જીતી લીધો છે. તેણીએ કહ્યું કે, જો તેણીની ફ્લાઇટ અનપેક્ષિત રીતે રદ કરવામાં આવી ન હોત તો તેણે ક્યારેય ટિકિટ ખરીદી ન હોત. 

Ajab Gajab News
ફ્લાઇટ કેન્સલ

તમે ક્યારે સાંભળ્યુ તે ફ્લાઇટ કેન્સલ થાય અને કોઇ કરોડપતિ થઇ જાય. નહી ને પણ આજે અમે તમને જે જણાવવા જઇ રહ્યા છીએ તેમા એક મહિલા સાથે આવુ જ કઇંક બન્યુ છે. જણાવી દઇએ કે, નસીબ ક્યારે ચમકે તેના વિશેે કશું કહી શકાય નહીં. ઘણીવાર તમે એવુ સમજો છો કે તમારી સાથે જે થઇ રહ્યુ છે તે યોગ્ય નથી. તમેે તેેને પોતાનુ ખરાબ નસીબ કહેતા હોવ છો, પરંતુ ઘણીવાર આ ખરાબ સમય ક્યારે સારા સમયમાં ફેરવાઇ જાય તે કહી શકાતુ નથી. આવુ જ કઇંક અમેરિકાની એક મહિલા સાથે થયુ હતુ.

કેન્સલ

આ પણ વાંચો – ફરી કુદરતના ખોળે / પક્ષી જગતનું કુદરતનું નજરાણું એટલે પીળક, તેની રચનામાં કુદરતના ચાર હાથ રહેલા છે

અમેરિકાનાં ફ્લોરિડામાં એક મહિલાને ફ્લાઇટ કેન્સલ કરવી તેના માટે ખૂબ જ નસીબદાર સાબિત થઈ હતી અને તેણે લગભગ 8 કરોડની લોટરી જીતી લીધી. લોટરી દ્વારા કરોડપતિ બનેલી મહિલાએ કહ્યું કે, તેણે તેના સ્વપ્નમાં પણ આવું વિચાર્યું ન હતું. જણાવી દઇએ કે, ફ્લોરિડામાં મહિલાએ એક મિલિયન ડોલરની લોટરી જેકપોટ જીતી લીધો છે. તેણીએ કહ્યું કે, જો તેણીની ફ્લાઇટ અનપેક્ષિત રીતે રદ કરવામાં આવી ન હોત તો તેણે ક્યારેય ટિકિટ ખરીદી ન હોત. કેન્સાસ સિટીની રહેવાસી 51 વર્ષીય એન્જેલા કારાવેલાએ ફ્લોરિડા લોટરીનાં અધિકારીઓને જણાવ્યું કે, તેણીએ અપેક્ષા કરતા વધુ સમય ફ્લોરિડામાં વિતાવ્યો કારણ કે તેની ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. આ કારણે, મહિલાએ સમય પસાર કરવા માટે કેટલીક સ્ક્રેચ-ઓફ લોટરી ટિકિટ ખરીદી હતી. કારાવેલાએ કહ્યું, “મને લાગ્યું કે મારી ફ્લાઇટ અનપેક્ષિત રીતે રદ થયા પછી કંઈક વિચિત્ર બનશે.”

કેન્સલ

આ પણ વાંચો – OMG! / પાકિસ્તાનમાં હિન્દુ યુવકે કર્યા બકરી સાથે લગ્ન, પોલીસ પણ જાણીને ચોંકી ગઇ

તેણે કહ્યું, ‘મેં સમય પસાર કરવા માટે કેટલીક સ્ક્રેચ ઓફ ટિકિટ ખરીદી અને તેમાંથી મેં 7 કરોડ 43 લાખ 70 હજાર 50 રૂપિયા એટલે કે 1 મિલિયન ડોલર જીત્યા છે.’ કારાવેલાએ ફાસ્ટેસ્ટ રોડ પર બ્રેન્ડનનાં પબ્લિક સ્ટોરમાંથી ખરીદેલી $1,0,00,000 સ્ક્રેચ-ઓફ ટિકિટ પર ટોચનું ઇનામ જીત્યું હતુ. લોટરી વિજેતા મહિલાએ તલ્હાસીમાં લોટરી હેડક્વાર્ટરની મુલાકાત લીધી અને ઇનામની રકમમાંથી $ 7,90,000 ની એક વખતની ચુકવણી મેળવવાનું નક્કી કર્યું.