Gujarat/ રાજ્યનાં યુનિવર્સિટી સંલગ્ન શૈક્ષણિક સ્ટાફ માટે આવ્યા સારા સમાચાર

રાજ્યમાં આવેલી યુનિવર્સીટીના શૈક્ષણિક સ્ટાફ માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.

Gujarat Others
Mantavya 96 રાજ્યનાં યુનિવર્સિટી સંલગ્ન શૈક્ષણિક સ્ટાફ માટે આવ્યા સારા સમાચાર
  • રાજ્યનાં યુનિ.સંલગ્ન શૈક્ષણિક સ્ટાફ માટે સારા સમાચાર
  • શૈક્ષણિક સ્ટાફને સાતમા પગારપંચનો મળશે લાભ
  • શિક્ષણમંત્રી ચુડાસમાએ ગૃહમાં કરી જાહેરાત
  • એરિયર્સના પ્રથમ હપ્તાના 50 ટકા હાલ અપાશે
  • સાતમા પગાર પંચનો લાભ 1-1-2016થી અપાશે

રાજ્યમાં આવેલી યુનિવર્સીટીના શૈક્ષણિક સ્ટાફ માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા યુનિવર્સીટીના શૈક્ષણિક સ્ટાફને સાતમા પગારપંચનો લાભ આપવાનું ગૃહમાં શિક્ષણમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. સરકારના અ નિર્ણયથી રાજ્યની તમામ યુનિવર્સીટીના શૈક્ષણિક સ્ટાફમાં આનંદ છવાઈ જવા પામ્યો હતો.

રાજ્યમાં આવેલી યુનિવર્સીટીમાં ફરજ બજાવતા શૈક્ષણિક સ્ટાફ દ્વારા તેઓની પડતર માંગણીઓને લઈને અનેકવાર સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે તાજેતરમાં જ 6 મહાનગરપાલિકા તેમજ જીલ્લા-તાલુકા પંચાયત તેમજ નગરપાલીકાના પરિણામ આવી ગયા બાદ વિધાનસભા સત્ર શરુ થતા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગૃહમાં જાહેરાત કરી હતી. ત્યારે તા.1-1-૨૦૧૬ થી કર્મચારીઓને સાતમાં પગારપંચનો લાભ આપવાનું સરકારે નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે કર્મચારીઓને એરિયર્સના પ્રથમ હપ્તાના 50 ટકા ટૂંક સમયમાં આપવામાં આવશે. જેથી રાજ્યની તમામ યુનિવર્સીટીના શૈક્ષણિક સ્ટાફમાં ખુશી વ્યાપી જવા પામી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ