Not Set/ ભાજપનાં પ્રચારમાં ઉતર્યો આ રેસલર, ટીએમસીએ ચુંટણીપંચને કરી ફરીયાદ

નવી દિલ્હી, લોકસભાની ચુંટણી શરૂ થઇ ગઇ છે સાથે આરોપ પ્રત્યારોપ પણ શરૂ થઇ ગયા છે. ભાજપ પાર્ટીએ તૃણમુલ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે ટીએમસી બાંગ્લાદેશી અભિનેતાને બોલાવી પશ્ચિમ બંગાળમાં ચુંટણી પ્રચાર કરાવી રહી છે. જેનો વળતો જવાબ આપતા ટીએમસી ચુંટણીપંચ પહોચી ગઇ છે. ટીએમસીએ ફરીયાદ કરી છે કે અમેરિકાનો પહેલવાન ‘દ ગ્રેટ ખલી’ […]

Top Stories India Politics
Khali Campaign for bjp ભાજપનાં પ્રચારમાં ઉતર્યો આ રેસલર, ટીએમસીએ ચુંટણીપંચને કરી ફરીયાદ

નવી દિલ્હી,

લોકસભાની ચુંટણી શરૂ થઇ ગઇ છે સાથે આરોપ પ્રત્યારોપ પણ શરૂ થઇ ગયા છે. ભાજપ પાર્ટીએ તૃણમુલ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે ટીએમસી બાંગ્લાદેશી અભિનેતાને બોલાવી પશ્ચિમ બંગાળમાં ચુંટણી પ્રચાર કરાવી રહી છે. જેનો વળતો જવાબ આપતા ટીએમસી ચુંટણીપંચ પહોચી ગઇ છે. ટીએમસીએ ફરીયાદ કરી છે કે અમેરિકાનો પહેલવાન ‘દ ગ્રેટ ખલી’ ભાજપા ઉમેદવાર માટે ચુંટણી પ્રચારમાં ભાગ લઇ રહ્યો છે.

khali campaign bjp ભાજપનાં પ્રચારમાં ઉતર્યો આ રેસલર, ટીએમસીએ ચુંટણીપંચને કરી ફરીયાદ

ટીએમસીએ જાધવપુર ચુંટણીપંચને ફરીયાદ કરતા કહ્યુ કે, ભાજપ ઉમેદવાર અનુપમ હાજરાએ 26 એપ્રિલે અમેરિકન રેસલર ‘દ ગ્રેટ ખલી’ને પોતાના ચુંટણી પ્રચાર માટે ઉતાર્યા હતા. આ ફરીયાદમાં જણાવવામાં આવ્યુ કે, ‘દ ગ્રેટ ખલી’ પાસે અમેરિકાની નાગરિકતા છે અને ભાજપા તેની લોકપ્રિયતાનો લાભ લેવા અને મતદાતાઓને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરી રહી છે. ટીએમસી પોતાની ફરીયાદમાં કહ્યુ કે, કોઇપણ વિદેશી વ્યક્તિ દ્વારા ભારતીય મતદાતાઓનાં મનને પ્રભાવિત ન કરવુ જોઇએ, કારણ કે તેને જાણકારી હોતી નથી અથવા ઓછી જાણકારી હોય છે કે ભારતમાં કોણ સારો સાંસદ હોવો જોઇએ.

the great khali ભાજપનાં પ્રચારમાં ઉતર્યો આ રેસલર, ટીએમસીએ ચુંટણીપંચને કરી ફરીયાદ

ટીએમસની ફરીયાદ બાદ ‘દ ગ્રેટ ખલી’એ પોતાની વાતને રજૂ કરતા મીડિયાને કહ્યુ કે, અનુપમા હાજરા જ્યારે મને બોલાવશે, જ્ય બોલાવશે હુ આવીશ. હુ મારા ભાઇનાં સમર્થન કરવા અમેરિકાથી આવ્યો છુ. હુ દરેકને આગ્રહ કરુ છુ કે તમારો વોટ તેમને જ આપો. પોતાના વોટને બર્બાદ ન કરો. ખલીએ અનુપમનાં વખાણમાં કહ્યુ કે, તે એક વિદ્વાન માણસ છે, જે તમારી દરેક સમસ્યાને જાણે છે અને તે અન્યનાં મુકાબલામાં વધુ તમારી સેવા કરવામાં સફળ રહશે. તમને જણાવી દઇએ કે,  ટીએમસીએ ચુંટણીપંચને ખલી વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા આગ્રહ કર્યો છે.