OMG!/ વરરાજાએ માતા અને સાસુ સાથે કર્યો ગજબનો ડાન્સ, જોઇલો તમે પણ…

થોડા દિવસો પહેલા શેર કરવામાં આવેલી આ ક્લિપ ખૂબ જ વાયરલ થઇ રહી છે.વીડિયો પર જોત જોતામાં 5 મિલિયન વ્યૂઝ અને 3.12 લાખ લાઇક્સ આવી ગઇ છે. 

Ajab Gajab News
Untitled 491 વરરાજાએ માતા અને સાસુ સાથે કર્યો ગજબનો ડાન્સ, જોઇલો તમે પણ...

સોશિયલ મીડિયામાં રોજ કોઇને કોઇ વીડિયો વાયરલ  થતા હોય છે જેમાંથી કેટલાક વીડિયો લગ્ન પ્રસંગ દરમિયાનના પણ હોય છે. લોકો આ પ્રકારના વીડિયોને ખૂબ પસંદ કરે છે. ભારતીય લગ્ન દરમિયાન ઘણા બધા રીતિ રિવાજનું પાલન કરવામાં આવે છે. પરિવાર, મિત્રો અને સગા સંબંધીઓ મળીને મજાક મસ્તી અને ડાન્સ કરે છે. આજના ડિજીટલ જમાનામાં આ બધી ક્ષણોને રેકોર્ડ કરવામાં આવે છે અને એમાંથી જ કોઇ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જાય છે.

હાલમાં એક લગ્ન પ્રસંગ દરમિયાનનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઇને નેટીઝન્સના ચહેરા પર સ્મિત આવી રહ્યુ છે. વીડિયોમાં વરરાજા પોતાની મા અને સાસુ સાથે ડાન્સ કરી રહ્યો છે. આ ડાન્સ તેમણે લગ્નના રિસેપ્શનમાં કર્યો હતો. તેઓ 1998 માં આવેલી હીટ ફિલ્મ કુછ કુછ હોતા હેના પ્રખ્યાત સોન્ગ લડકી બડી અનજાની હે પર ડાન્સ કરી રહ્યા છે.

થોડા દિવસો પહેલા શેર કરવામાં આવેલી આ ક્લિપ ખૂબ જ વાયરલ થઇ રહી છે.વીડિયો પર જોત જોતામાં 5 મિલિયન વ્યૂઝ અને 3.12 લાખ લાઇક્સ આવી ગઇ છે.

https://www.instagram.com/reel/CVA1KRglivC/?utm_source=ig_embed&ig_rid=cd98ace8-beed-4c3e-b89f-54a15f3cee9c