Not Set/ અફધાનિસ્તાનમાં તાબિબાનોનો વધતો કહેર ઉત્તરી વિસ્તાર તેમના નિયંત્રણમાં

એપ્રિલના અંતમાં યુએસ અને નાટો સૈનિકોની અંતિમ વાપસીની શરૂઆતથી તાલિબાન હુમલાઓ વધ્યા છે

World
afghanistan 123 અફધાનિસ્તાનમાં તાબિબાનોનો વધતો કહેર ઉત્તરી વિસ્તાર તેમના નિયંત્રણમાં

ઉત્તર અફઘાનિસ્તાનમાં તાલિબાનોની વધતી જતી સક્રીયતા અને સતત આગળ વધી રહી છે ત્યારે  અફઘાનિસ્તાન સેનાએ ગુરુવારે તાલિબાનના દક્ષિણ ભાગમાં બળવાખોર સ્થાનો પર  હવાઈ હુમલા કર્યા. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે હવાઈ હુમલા સમગ્ર દેશમાં અને દક્ષિણ હેલમંડ પ્રાંતમાં પણ કરવામાં આવ્યા હતા, જ્યાં પ્રાંતીય રાજધાની લશ્કર ગાહમાં ભીષણ લડાઈ ચાલુ છે. તાલિબાન શહેરના 10  જિલ્લામાંથી નવ પર નિયંત્રણ ધરાવે છે.

લશ્કર ગાહના રહેવાસીઓએ સરકારી રેડિયો અને ટેલિવિઝન સ્ટેશન નજીક ભારે બોમ્બ ધડાકાની જાણ કરી હતી. રેડિયો અને ટીવી સેન્ટરની નજીક કેટલાક લગ્ન હોલ અને પ્રાંતીય ગવર્નરનું ગેસ્ટ હાઉસ સ્થિત છે. સર-એ-પુલની કાઉન્સિલના વડા મોહમ્મદ નૂર રહેમાનીએ જણાવ્યું હતું કે ઉત્તર અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ પ્રાંતીય રાજધાનીનો મોટાભાગનો ભાગ કબજે કર્યો છે. તાજેતરના મહિનાઓમાં, સંગઠને ઉત્તરના કેટલાક પ્રાંતોના જિલ્લાઓ કબજે કર્યા છે.

એપ્રિલના અંતમાં યુએસ અને નાટો સૈનિકોની અંતિમ વાપસીની શરૂઆતથી તાલિબાન હુમલાઓ વધ્યા છે. જેમ જેમ હુમલો વધતો ગયો તેમ, અફઘાન સુરક્ષા દળો અને સરકારી સૈનિકોએ યુએસની સહાયતાથી હવાઈ હુમલા સાથે વળતો હુમલો શરૂ કરી દીધો છે.  દેશભરમાં હાલમાં નાગરિક જાનહાનિ અંગે ચિંતા વધી છે.

સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તા સ્ટીફન દુજારીકે બુધવારે જણાવ્યું હતું કે, “અમે દક્ષિણમાં લશ્કર ગાહમાં લોકોની સલામતી વિશે ખૂબ જ ચિંતિત છીએ જ્યાં લાખો લોકો લડાઈમાં ફસાઈ ગયા છે. અફઘાનિસ્તાનમાં અમારા માનવતાવાદી ભાગીદારો સાથે, જરૂરિયાતોનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ અને જ્યારે અમને પ્રવેશ મળે ત્યારે દક્ષિણમાં પ્રતિસાદ આપી રહ્યા છીએ