Not Set/ ચાલતી ટ્રેનમાં ઉતરવા ગયો શખ્સ, પછી શું થયું જુઓ આ વીડિયો

આજનાં સમયમાં લોકો એટલા વ્યસ્ત થઇ ગયા છે કે જલ્દી જલ્દી કોઇ કામ કરવામાં તે મોટી મુસિબતમાં મુકાઇ જાય છે. ઘણી વાર તમે સાંભળ્યુ હશે કે ઓફિસ જવા માટે ટ્રેનમાં કોઇ શખ્સ બેસે છે અને મોડુ થઇ ન જાય તે માટે ઉતાવળ કરતો જોવા મળે છે. આ મુસાફરીમાં ક્યારેક તે ઉતાવળ કરી બેસે છે અને […]

Top Stories India Videos
lqnfent rpf personnel saves a ચાલતી ટ્રેનમાં ઉતરવા ગયો શખ્સ, પછી શું થયું જુઓ આ વીડિયો

આજનાં સમયમાં લોકો એટલા વ્યસ્ત થઇ ગયા છે કે જલ્દી જલ્દી કોઇ કામ કરવામાં તે મોટી મુસિબતમાં મુકાઇ જાય છે. ઘણી વાર તમે સાંભળ્યુ હશે કે ઓફિસ જવા માટે ટ્રેનમાં કોઇ શખ્સ બેસે છે અને મોડુ થઇ ન જાય તે માટે ઉતાવળ કરતો જોવા મળે છે. આ મુસાફરીમાં ક્યારેક તે ઉતાવળ કરી બેસે છે અને દરમિયાન નાનો અકસ્માત પણ મોટો અકસ્માત સર્જી શકે છે અને તે મરી પણ શકે છે. આવી ભૂલ ઘણીવાર ઉતાવળમાં કરવામાં આવે છે, જે રેલ્વે સ્ટેશનો પર ઘણી વખત જોવા મળે છે.

ઘણી વાર, લોકો ટ્રેનમાં ઉતાવળમાં ચડવાનો પ્રયાસ કરે છે અને ચઢી જાય છે, તેમની થોડીક ભૂલ હોવાને કારણે, તેઓ મોટા અકસ્માતને આમંત્રણ આપે છે. હૈદરાબાદનાં રેલ્વે સ્ટેશન પર પણ આવું જ બન્યું હતું જ્યારે એક વ્યક્તિ ટ્રેન પરથી નીચે ઉતરતી વખતે પાટા પર પડી જતા બચી ગયો હતો. જો ત્યાં સતર્ક આરપીએફ સૈનિક ન હોત, તો તે પોતાનો જીવ ગુમાવી બેઠો હોત.

આ ઘટના હૈદરાબાદનાં નામપલ્લી રેલ્વે સ્ટેશનની છે, જ્યાં એક વ્યક્તિ ટ્રેનમાંથી નીચે ઉતરતી વખતે મોતને ભેટી જ ચુક્યો હોત. આ ઘટના ગુરૂવારે સવારે આઠ વાગ્યાની આસપાસની છે જ્યારે ચેન્નઇથી આવતા ચારમિનાર એક્સપ્રેસ પ્લેટફોર્મ પર આવી રહી હતી. ટ્રેન હજી પ્લેટફોર્મ પર આવી જ રહી હતી ત્યારે તેમાં સવાર 45 વર્ષનાં એક વૃદ્ધે તેમાથી ઉતરવાનો પ્રયાસ કર્યો. તે દરમિયાન તે પોતાનું બેલેન્સ ગુમાવી બેઠા. તે રેલ્વે સ્ટેશનની સીડી અને પ્લેટફોર્મની વચ્ચેની સાંકડી જગ્યા પરથી નીચે પડવાનો જ હતો ત્યારે રેલ્વે સ્ટેશન પર એક આરપીએફ કોન્સ્ટેબલ તેને જોઇને તેને બચાવવા દોડી ગયો હતો.

જો આરપીએફ જવાન તેની મદદ ન કરતો તો તે પાટા પર પડીને ટ્રેનની નીચે આવી જતો. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે એક વ્યક્તિ ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કરી રહ્યો છે, તે સંતુલન ગુમાવ્યા પછી નીચે પડતો દેખાય છે. તે દરમિયાન આરપીએફનો કોન્સ્ટેબલ ત્યાં પહોંચી જાય છે અને ખેંચીને તેમની જીંદગી બચાવે છે. આ જ ક્રમમાં, ટ્રેન લગભગ 50 મીટર સુધી ચાલતી રહી અને આરપીએફ કોન્સ્ટેબલ આ વ્યક્તિને બહાર કાઠવાનો પ્રયાસ કરતા ટ્રેનની સાથે દોડી રહ્યો હતો, જેમાં તેને અંતે સફળતા મળી. વીડિયો સ્પષ્ટ સમજ આપે છે કે થોડી ઉતાવળ તમને કેટલી ભારે પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.