Ahmedabad News : અમદાવાદ શહેરમાં બેફામ દોડતા ડમ્પર ચાલકોનો ત્રાસ વધી રહ્યો છે. સરકારી ગાડીઓ માટે પણ માથાનો દુ:ખાવો બની ગયેલા ડમ્પરોએ હવે પોલીસને પણ ભોગ બનાવી છે. ગઈકાલે મોડી રાત્રે કાલુપુર રેલવે સ્ટેશન પાસે એક પુર ઝડપે આવી રહેલા ડમ્પરે ટ્રાફિક સેક્શનના PI આર.વી. વિંછીની ગાડીને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે પોલીસની ગાડીનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. સદનસીબે PCR વાનમાં કોઈ હાજર ન હોવાથી જાનહાની ટળી હતી.
મળતી માહિતી મુજબ, ગઈકાલે રાત્રે કાલુપુર નજીક એક ડમ્પર દ્વારા પોલીસની PCR ને ટક્કર મારતાં પોલીસ વાનને પુર ઝડપે આવેલ ડમ્પરે પોલીસની ગાડીનો કચ્ચરઘાણ બોલાવ્યો હતો. કાલુપુર રેલવે સ્ટેશનના બાંધકામમાં દોડતા ડમ્પરે ટક્કર મારી હતી. રામદેવ કાર્ટિંગ લખાણ લખેલા ડમ્પરના ડ્રાઇવર અલ્કેશકુમાર કટારાની પોલીસે અટકાયત કરી છે અને અકસ્માત મામલે ઈ-ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
શહેરમાં બેફામ દોડતા ડમ્પરો સામે પોલીસ પણ લાચાર દેખાઈ રહી છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે ડમ્પર ચાલકો બેફામ બની રહ્યા છે અને અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ડમ્પર ચાલકોની બેફામ ડ્રાઈવિંગના કારણે જાહેર જનતામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રાહદારીઓ અને વાહનચાલકો ભયના ઓથાર હેઠળ રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે. શહેરમાં ડમ્પર ચાલકોના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, ત્યારે તંત્રની નિષ્ક્રિયતા સામે રોષ જોવા મળી રહ્યો છે. ગેરકાયદેસર ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવાની જરૂર વર્તાઈ રહી છે.
@ RAVI BHAVSAR, AHMEDABAD
આ પણ વાંચો: કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામની બનાસ નદીમાં 125 ડમ્પરો ઝડપાતા ફફડાટ, 3.25 કરોડનો મુદ્દામાલ જપ્ત
આ પણ વાંચો: ગેરકાયદેસર ફરતા ઓવરલોડ ડમ્પરોના ત્રાસથી લોકો પરેશાન
