Ahmedabad News/ અમદાવાદમાં ટ્રાફિકના નિયમોને લઈને હાઈકોર્ટે ટ્રાફિક પોલીસ અને રાજ્ય સરકારનો લીધો ઉધડો

શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકે કહ્યું કે ટ્રાફિકની સારી કામગીરીથી અકસ્માતમાં થતા મોતના આંકડા ઘટ્યા છે

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોને લઇ ગુજરાત હાઈકોર્ટે આજે ટ્રાફિક પોલીસ અને રાજ્ય સરકારને આડે હાથ લીધી અને ઘણા વેધક સવાલો કર્યા છે. ત્યારે શહેરમાં ટ્રાફિક મુદ્દે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે નિવેદન આપ્યું છે.ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનાર સામે કડક કાર્યવાહી શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકે કહ્યું કે ટ્રાફિકની સારી કામગીરીથી અકસ્માતમાં થતા મોતના આંકડા ઘટ્યા છે.

શહેરમાં છેલ્લા 7 મહિનામાં અકસ્માતથી થતા મોતનો આંકડો 25 ટકા સુધી ઘટ્યો છે. ત્યારે શહેરમાં ક્રાઈમના આંકડામાં પણ ઘટાડો નોંધાયો છે. શહેરમાં પોલીસ ટ્રાફિક, હેલ્મેટ અને અન્ય નિયમોનું પાલન ન કરનારા સામે પણ કડક કાર્યવાહી કરી રહી છે. ત્યારે ઓવર સ્પીડિંગ સામે પણ પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે અને ઓવર સ્પીડિંગ કરનારા પાસેથી રૂપિયા 10 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે.શહેરમાં છેલ્લા 7 મહિનામાં રૂપિયા 38.74 કરોડ દંડની રકમ નિયમોનું ઉલ્લંઘન કરનારા પાસેથી વસૂલવામાં આવી છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે દંડની રકમમાં જંગી વધારો નોંધાયો છે અને બીજી તરફ શહેરમાં ટ્રાફિક, હેલ્મેટ ના નિયમોનું પાલન કરાવવા માટે પણ સખ્ત છે.

ઉલ્લેખનીય છે કે કે અમદાવાદમાં ટ્રાફિક ને લઈને હાઈકોર્ટે ઘણા પ્રશ્નો કર્યા છે. ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટે ટ્રાફિક પોલીસ અને રાજ્ય સરકારને આડેહાથ લીધી અને હાઈકોર્ટ સવાલ કર્યો કે ગુજરાતમાં હેલ્મેટ નિયમ છે ખરા? ટુ વ્હીલર ચાલકો હેલ્મેટ પહેરતા નથી તેવું ધ્યાનમાં આવ્યું છે.

હાઈકોર્ટે ટ્રાફિક પોલીસને આડે હાથ લીધી અને કહ્યું કે ટ્રાફિક પોલીસ પણ વાહનચાલકને છાવરી રહી છે અને સવારે નજર કરીએ તો ટુ વ્હીલર પર 3 લોકો સવાર થઈને બિંદાસ જતા હોય છે અને ટ્રાફિક પોલીસ મુક પ્રેક્ષક બનીને માત્ર જોયા કરે છે. જનતામાં પણ ટ્રાફિક નિયમોનો અભાવ જોવા મળી રહ્યો છે અને હાઈકોર્ટે કહ્યું હતું કે એક નજર મુંબઈના ટ્રાફિક પર કરો, ત્યાં જનતા અને પોલીસ બંને જાગૃત છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના નિવાસ સ્થાને તિરંગા અભિયાનનો પ્રારંભ કરાવ્યો

આ પણ વાંચો: ભરૂચમાં GPCBએ ઉદ્યોગોને કલોઝર નોટિસ ફટકારી

આ પણ વાંચો: સુરતમાં સુપ્રિમની અવગણના કરવા બદલ P.I. અને ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ દોષી ઠેરવ્યા

.