Cricket/ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અક્ષર પટેલે રચ્યો ઈતિહાસ, આ રેકોર્ડ કર્યો નામે

આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ અમદાવાદનાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે.

Sports
Electionn 19 નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અક્ષર પટેલે રચ્યો ઈતિહાસ, આ રેકોર્ડ કર્યો નામે

આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ અમદાવાદનાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. આ મેચમાં ટોસ થયાનાં થોડા સમય પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. વિશ્વનું સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આ પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. આપને હાલની સ્થિતિની વાત કરીએ તો ઈંગ્લેન્ડની ટીમની ભારતીય ટીમે નિંદર ઉડાવી દીધી છે. જ્યા મેચનો હીરો અક્ષય પટેલ સાબિત થઇ રહ્યો છે.

Cricket / ઈંગ્લેન્ડનું પિલ્લુ વળ્યું, 112 રનમાં ઓલઆઉટ

ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં સ્પિન બોલરોને ફરી એકવાર મદદ મળી રહી હોય તેવું લાગી રહ્યું છે. પિંક બોલ ટેસ્ટમાં, એવું માનવામાં આવે છે કે ઝડપી બોલરોને મદદ મળે છે. પરંતુ અમદાવાદનાં મેદાનમાં અક્ષર પટેલે 7 મી ઓવરમાં વિકેટ ઝડપીને ઇતિહાસ રચ્યો છે. આ પહેલા આવુ ક્યારે બન્યુ નથી કે જ્યારે પિંક બોલ ટેસ્ટમાં 7 મી ઓવરમાં કોઇ સ્પિન બોલરે વિકેટ લીધી હોય. મેચની 7 મી અને અક્ષર પટેલે તેની પ્રથમ ઓવરનાં પહેલા જ બોલ પર જોની બેયરસ્ટોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. અક્ષર પટેલે શૂન્યનાં સ્કોર પર બેયરસ્ટોને ફસાવી દીધો હતો.

Cricket / ઈંગ્લેન્ડની ઉડી ગિલ્લી, 100 રનની અંદર અડધાથી વધારે ખેલાડીઓ પેવેલિયન પહોંચ્યા…

અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહેલા દિવસે બોલરને જબરદસ્ત ટર્ન મળી રહ્યો હતો. અક્ષર પટેલને મેચની પહેલી ઈનિંગ્સમાં વિરાટ કોહલી દ્વારા 7 મી ઓવર સોંપવામાં આવી હતી અને અક્ષર પટેલે તેની પ્રથમ બોલ પર શૂન્ય પર બેયરસ્ટોને આઉટ કર્યો હતો. મેચની 25 મી મેચમાં અક્ષર પટેલે ઈંગ્લેન્ડની ટીમને વધુ એક મોટો ઝટકો આપ્યો હતો અને સેટ બેટ્સમેન જેક ક્રોલીને 53 રન પર આઉટ કર્યો હતો. અક્ષર પટેલે તેની 10 મી ઓવરમાં બીજી વિકેટ ઝડપી હતી અને તેણે ક્રોલીનાં રૂપમાં ઈંગ્લેન્ડની ટીમને મોટો ઝટકો આપ્યો હતો. આટલું જ નહીં મેચની 22 મી ઓવરમાં રવિચંદ્રન અશ્વિને ઈંગ્લેન્ડનાં કેપ્ટન જો રૂટને પેવેલિયન મોકલ્યો હતો. જો રુટ 17 રનનાં સ્કોર પર અશ્વિનની બોલિંગમાં LBW આઉટ થયો હતો. જો કે રુટે DRS નો ઉપયોગ કર્યો હતો, પણ તેને તેનો ફાયદો થયો નહતો અને થર્ડ એમ્પાયરે રુટને આઉટનો કોલ આપ્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ