Viral Video/ આવું સેલિબ્રેશન જોઇને ICC પણ દંગ રહી ગયું, વેસ્ટ ઈન્ડિઝના સ્પિનરે વિકેટ લીધા બાદ કર્યું આવું….

શારજાહમાં રમાઈ રહેલી UAE અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ODI શ્રેણીની ત્રીજી ODIમાં વેસ્ટ ઈન્ડિઝે UAE ને 4 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં સ્પિનર કેવિન સિંકલેરે પોતાની સ્ટાઈલથી પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

Sports Videos
સ્પિનર

ક્રિકેટરો જ્યારે જીત અનુભવે ત્યારે ઘણી વાર કાંઈક અટપટું કરી પોતાની ખુશી વ્યક્ત કરતાં જોવા મળે છે. એ પછી ધોની, હોય વિરાટ કોહલી,હોય કે પછી રવીન્દ્ર જાડેજા. આ બધા પોતાની ખુશી અલગ-અલગ રીતે વ્યક્ત કરતાં જોવા મળે છે.આવી જ રીતે સેલિબ્રેટ કરતો વેસ્ટ ઈન્ડિઝના સ્પિનરનો વીડિયો હાલ ખૂબ વાયરલ થતો જોવા મળ્યો છે જેમાં તે કાંઈક અલગજ રીતે પોતાની ખુશી વ્યક્ત કરે છે.

હાલમાં શારજાહમાં રમાઈ રહેલી UAE અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ODI શ્રેણીની ત્રીજી ODIમાં વેસ્ટ ઈન્ડિઝે UAE ને 4 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં સ્પિનર કેવિન સિંકલેરે પોતાની સ્ટાઈલથી પોતાની ખુશી વ્યક્ત કરી હતી.વાસ્તવમાં, વેસ્ટ ઈન્ડિઝના સ્પિનર સિંકલેરે આ મેચમાં શાનદાર બોલિંગ કરી અને 7.1 ઓવરમાં 24 રન આપીને 4 વિકેટ લીધી હતી. જેના કારણે યુએઈની ટીમ 36.1 ઓવરમાં 184 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તો એક તરફ સ્પિનર કેવિન સિંકલેરે પોતાની શાનદાર બોલિંગ કરીને મેચમાં 4 વિકેટ ઝડપી હતી, અને બીજી તરફ તેણે મિડલ ગ્રાઉન્ડ પર પોતાના સ્ટંટથી બધાને ચોંકાવી દીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

વાસ્તવમાં, વિકેટ લીધા પછી, સ્પિનર કેવિન કૂદકો લગાવીને ઉજવણી કરતો જોવા મળ્યો હતો, તેના કૂદવાની ખાસ વાત એ હતી કે તે હવામાં જ શાનદાર સ્ટંટ બતાવતો હતો. ICCએ તેના અનોખા સેલિબ્રેશનનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેને ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે.બીજી તરફ સ્પિનર કેવિન સિંકલેરને તેની શાનદાર બોલિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: સેક્સ લાઈફ બનશે રસપ્રદ જો અપનાવશો આ સ્ટેપ

આ પણ વાંચો: અઠવાડિયાના આ દિવસે લોકોને સૌથી વધુ આવે છે હાર્ટ એટેક, સંશોધનમાં થયો મોટો ખુલાસો

આ પણ વાંચો:સેક્સ પહેલા પાર્ટનર સાથે મળીને પોર્ન જોવાના છે ઘણા ફાયદાઓ

આ પણ વાંચો:જો તમે તમારા પાર્ટનર સાથે રોમેન્ટિક સાંજ વિતાવવા માંગો છો, તો લો આ સ્થળની મુલાકાત

આ પણ વાંચો:કેરી ખાવાથી પણ ઘટાડી શકાય છે વજન, જાણો ખાવાની સાચી રીત