T 20 વર્લ્ડ કપ/ વર્લ્ડ કપની તૈયારી અંગેની ચર્ચા કરવા માટે આજે ICC ની બેઠક યોજાશે

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ ની આજે બેઠક  યોજાવાની છે. જેમાં ક્રિકેટમાં  આ વર્ષે યોજાનારા T -20 વર્લ્ડ કપની ભારતની તૈયારીઓ વિશે ચર્ચા  થઇ શકે છે. આઇસીસીના એક અધિકારી દ્વારા જણાવાયું કે આજે  આઇસીસી બોર્ડની બેઠક યોજાવાની છે, જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આમાંના એકમાં T -20 વર્લ્ડ કપ શામેલ છે. જોકે આ સંદર્ભમાં અંતિમ […]

Sports
Untitled 6 વર્લ્ડ કપની તૈયારી અંગેની ચર્ચા કરવા માટે આજે ICC ની બેઠક યોજાશે

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ ની આજે બેઠક  યોજાવાની છે. જેમાં ક્રિકેટમાં  આ વર્ષે યોજાનારા T -20 વર્લ્ડ કપની ભારતની તૈયારીઓ વિશે ચર્ચા  થઇ શકે છે. આઇસીસીના એક અધિકારી દ્વારા જણાવાયું કે આજે  આઇસીસી બોર્ડની બેઠક યોજાવાની છે, જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આમાંના એકમાં T -20 વર્લ્ડ કપ શામેલ છે. જોકે આ સંદર્ભમાં અંતિમ નિર્ણય આઈસીસીની 18 મી જુલાઈના વાર્ષિક પરિષદમાં લેવામાં આવે તેવી સંભાવના છે. T-20 વર્લ્ડ કપ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાવવાની  છે. જો કે, દેશમાં કોરોનાના  કેસ વધતા હોવાથી , હાલના સમયમાં શંકા ઉદભવી હતી કે  બીસીસીઆઈ આ ટૂર્નામેન્ટનું આયોજન  કરશે કે નહી.

સંયુક્ત આરબ અમીરાત માં બાકીની   આઈપીએલ 2021 ની બાકીની મેચનું આયોજન કરાશે ,  આ ઉપરાંત તેમને T 20 વર્લ્ડ કપ માટે સ્ટેન્ડબાય સ્થળ તરીકે રાખવામાં આવ્યું છે .  આ ઉપરાંત  મીટિંગ દરમિયાન આઇસીસી T -20 વર્લ્ડ કપ અને 2023 માં યોજાનારા વનડે વર્લ્ડ કપમાં ટેક્સમાંથી છૂટની માંગ અંગે ચર્ચા કરે તેવી સંભાવના જોવા મળી રહી છે .

કોરોના વાયરસના આ કહેરના કારણે ભારતમાં આઈપીએલ 2021 મુલતવી રાખવામાં આવી છે. તેમજ  29 મી મેએ જ, બીસીસીઆઈએ નિર્ણય લીધો છે કે આઈપીએલ 2021 ની બાકીની મેચ યુએઈમાં યોજાશે. બાકીની આઈપીએલ સીઝન સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધી રહેશે. જો કે, બાકીની મેચનું સમયપત્રક અને તારીખ હજી જાહેર કરવામાં આવી નથી.