Not Set/ #INDvsAUS : ઓસ્ટ્રેલિયા આવતા પહેલા જ જાડેજા ઈજાગ્રસ્ત હતો ! વાંચો, આ ચોંકાવનારો ખુલાસો

મેલબર્ન, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચાર ટેસ્ટની શ્રેણીની ત્રીજી મેચ મેલબર્નના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાવવાની છે. જો કે આ પહેલા ભારતીય ટીમના બે સિનીયર સ્પિનર આર. અશ્વિન અને રવીન્દ્ર જાડેજાના રમવાને લઈ સસ્પેન્સ યથાવત છે. આ વચ્ચે રવીન્દ્ર જાડેજાની ફિટનેસને લઈ ચોકાવનારો ખુલાસો થયો છે. ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે, […]

Trending Sports
Shastri Jadeja d #INDvsAUS : ઓસ્ટ્રેલિયા આવતા પહેલા જ જાડેજા ઈજાગ્રસ્ત હતો ! વાંચો, આ ચોંકાવનારો ખુલાસો

મેલબર્ન,

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચાર ટેસ્ટની શ્રેણીની ત્રીજી મેચ મેલબર્નના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાવવાની છે. જો કે આ પહેલા ભારતીય ટીમના બે સિનીયર સ્પિનર આર. અશ્વિન અને રવીન્દ્ર જાડેજાના રમવાને લઈ સસ્પેન્સ યથાવત છે.

આ વચ્ચે રવીન્દ્ર જાડેજાની ફિટનેસને લઈ ચોકાવનારો ખુલાસો થયો છે. ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે, “જાડેજાના ખભામાં ઈજા હતી, જયારે તે ભારતમાં જ રણજી ટ્રોફી રમી રહ્યો હતો અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયા પહોંચ્યાના ચાર દિવસ પછી ઈન્જેકશન અપાયા હતા”.

manofseason #INDvsAUS : ઓસ્ટ્રેલિયા આવતા પહેલા જ જાડેજા ઈજાગ્રસ્ત હતો ! વાંચો, આ ચોંકાવનારો ખુલાસો
sports-#indvsaus-fitness-under-scanner-ravindra-jadeja-carrying-shoulder-stiffness-india-clarify-ravi-shastri

અત્રે ઉલ્લેખનીય છે કે, પર્થમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચ દરમિયાન જાડેજાને ૧૩ સભ્યોની ટીમમાં સમાવેશ કરાયો હતો, પરંતુ ત્યારબાદ ટીમમાં સમાવેશ કરાયો ન હતો. પરંતુ ઑસ્ટ્રેલિયાની બંને ઇનિંગ્સ દરમિયાન તે મોટાભાગનો સમય ક્ષેત્ર બચાવ કરતો દેખાતો હતો, જેના કારણે હવે ભારતીય ટીમના ઇન્જરી મેનેજમેન્ટ પ્રોગ્રામ પર પ્રશ્નો ઉભા થયા છે.

બીજી બાજુ શાસ્ત્રીના આ નિવેદનથી સવાલો ઉભા થયા છે કે, સંપૂર્ણ ફિટ ન થયા બાદ પણ ખેલાડીને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે શા માટે લાવવામાં આવ્યો. આ ઉપરાંત તેઓએ સ્વીકાર પણ કર્યો છે કે, જાડેજાને ઇજામાંથી બહાર આવવા માટે વધુ સમય લાગી શકે છે.