Not Set/ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા એ.જ્હોન કુમારે મેળવી શાનદાર જીત

ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર એ. જ્હોન કુમાર અને તેમના પુત્ર રિચાર્ડ જ્હોન કુમારે રવિવારે કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં તેમની સંબંધિત વિધાનસભા બેઠકો જીતી હતી. એ.જ્હોન કુમાર પુડ્ડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીની ઘોષણા પૂર્વે ભાજપમાં જોડાયા પહેલા કોંગ્રેસની સાથે હતા.

India
123 26 કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા એ.જ્હોન કુમારે મેળવી શાનદાર જીત

ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર એ. જ્હોન કુમાર અને તેમના પુત્ર રિચાર્ડ જ્હોન કુમારે રવિવારે કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં તેમની સંબંધિત વિધાનસભા બેઠકો જીતી હતી. એ.જ્હોન કુમાર પુડ્ડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીની ઘોષણા પૂર્વે ભાજપમાં જોડાયા પહેલા કોંગ્રેસની સાથે હતા.

પ.બંગાળ પરિણામ / સુવેન્દુ અધિકારીની કાર પર હુમલા બાદ પ્રતિક્રિયા- TMC બંગાળમાં આતંકનું વાતાવરણ બનાવી રહી છે

એ.જ્હોન કુમારે કામરાજ નગરથી ચૂંટણી લડ્યા, જ્યાંથી તેઓ કોંગ્રેસનાં ઉમેદવાર તરીકે બે વાર જીત્યા હતા. તેઓ કોંગ્રેસનાં ઉમેદવાર અને પૂર્વ મંત્રી એમ.ઓ.એચ.એફ. શાઝાનને 7,229 મતોનાં અંતરે હરાવ્યા છે. વળી તેમના પુત્ર રિચાર્ડ જ્હોન કુમારે નેલિથોપ મત વિસ્તારથી 496 મતોનાં ઓછા અંતરે વિજય મેળવ્યો છે. તેમણે દ્રવિડ મુનેત્ર કડગમ (ડીએમકે) નાં ઉમેદવાર વી. કાર્તિકેયને અહીંથી સખત સ્પર્ધામાં માત આપી હતી. ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસ (એઆઇએનઆરસી) નાં નેતૃત્વ હેઠળ રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએ) 30 બેઠકોવાળી પુડ્ડુચેરી વિધાનસભાની 16 બેઠકો મેળવી છે. એઆઇએનઆરસીએ 8 બેઠકો જીતી હતી, જ્યારે તેના સાથી પક્ષે 6 બેઠકો જીતી હતી. આપને જણાવી દઇએ કે, હાલમાં પુડ્ડુચેરી વિધાનસભાની ચૂંટણીઓ માટે મતની ગણતરી હજી પણ ચાલુ છે. હાલની ગણતરીમાં રાજ્યમાં એનડીએ ગઠબંધનને બહુમતી મળે તેમ દેખાઇ રહ્યુ છે. મતોની ગણતરીમાં એનઆર કોંગ્રેસે આઠ બેઠકો જીતી લીધી છે. સવારે 6 વાગ્યા સુધીનાં વલણો અનુસાર, એનડીએ અહીં સરકાર બનાવવાની પૂરી શક્યતા છે. ચૂંટણી પંચે કહ્યું કે, વિધાનસભાની 30 બેઠકોમાંથી 14 બેઠકોનાં પરિણામ આવી ચુક્યા છે.

પ.બંગાળ પરિણામ / નંદીગ્રામમાં હાર બાદ દીદી ભડક્યા, કહ્યુ- ચૂંટણી પંચે ભાજપનાં પ્રવક્તા તરીકેની ભૂમિકા ભજવી અને હવે…

ચુંટણીમાં ભાજપનાં નમાસવિયમ મન્નાદીપેટ વિધાનસભા બેઠક પરથી તેમના ડીએમકે હરીફ એ. કૃષ્ણનને હરાવી દીધા છે. તેઓ આ વર્ષે જાન્યુઆરીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. એઆઈએનઆરસીનાં યુ લક્ષ્મીકાંધને ભૂતપૂર્વ પ્રધાન એમ.કાંડાસામીને પરાજિત કરીને કોંગ્રેસમાંથી એમ્બાલમ (અનામત) બેઠક છીનવી લીધી હતી. મુખ્ય ચૂંટણી અધિકારી સુરબીરસિંહે કહ્યું કે, ભાજપનાં ઉમેદવાર એ જ્હોન કુમારે કામરાજનગરથી વિજયી જાહેર કરાયા છે. કુમાર કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા. તેમણે કહ્યુ અમે અમારા મૂલ્યો અને આદર્શો માટે લડતા રહીશું.

Untitled 1 કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા એ.જ્હોન કુમારે મેળવી શાનદાર જીત