Shameful/ ચીનમાં ઓલિમ્પિક કવરેજ કરી રહેલા પત્રકાર સાથે LIVE ટીવી પર કરાઇ આવી હરકત

બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિકમાં ચીનનો ચહેરો ખુલ્લો પડી ગયો છે. ચીનમાં પ્રેસની સ્વતંત્રતા કેટલી છે તેને દર્શાવતો એક વીડિયો તાજેતરમાં ખૂબ વાયરલ થઇ છે. ચીન કેવુ છે તે ફરી એકવાર સાબિત થયું છે.

World
11 67 ચીનમાં ઓલિમ્પિક કવરેજ કરી રહેલા પત્રકાર સાથે LIVE ટીવી પર કરાઇ આવી હરકત

બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિકમાં ચીનનો ચહેરો ખુલ્લો પડી ગયો છે. ચીનમાં પ્રેસની સ્વતંત્રતા કેટલી છે તેને દર્શાવતો એક વીડિયો તાજેતરમાં ખૂબ વાયરલ થઇ છે. ચીન કેવુ છે તે ફરી એકવાર સાબિત થયું છે. વીડિયોમાં તમે જોઇ શકો છો કે, ચીની સુરક્ષા ગાર્ડે પત્રકાર સાથે કેવી હરકત કરી હતી.

આ પણ વાંચો – અમેરિકા / ન્યૂયોર્કમાં તોડવામાં આવી મહાત્મા ગાંધીની કાંસ્ય પ્રતિમા, ભારતીય વાણિજ્ય દૂતાવાસે વિદેશ મંત્રાલય સમક્ષ ઉઠાવ્યો મુદ્દો

આ ઘટના લાઈવ રિપોર્ટિંગ દરમિયાન બની હતી. લાઈવ ટીવી રિપોર્ટિંગમાં નેધરલેન્ડનાં પત્રકારને તેની જગ્યાએથી ખસેડવામાં આવ્યો હતો. ડચ બ્રોડકાસ્ટર NOS દ્વારા એક વીડિયો ક્લિપમાં, બેઇજિંગ ગેમ્સને કવર કરી રહેલા પત્રકારને સુરક્ષા રક્ષકો દ્વારા ઓન એર ખેંચવામાં આવ્યો હતો. વીડિયોમાં આ સિક્યોરિટી ગાર્ડ લાલ પટ્ટી પહેરેલો જોઈ શકાય છે. ઘટના દરમિયાન ડચ રિપોર્ટરે તેનો શો ચાલુ રાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ NOS નાં સ્ટુડિયો પ્રસારણને કાપી નાખવામાં આવ્યું હતું. ડેઈલી બીસ્ટનાં જણાવ્યા અનુસાર, રિપોર્ટરનો રિપોર્ટ પૂરતો ફોટોજેનિક ન હતો કારણ કે મિસ્ટર ડેન દાસ ફેશનેબલ બર્ડ્સ નેસ્ટ સ્ટેડિયમને બદલે નબળી પ્રકાશિત શેરીમાં શૂટિંગ કરી રહ્યા હતા. ડચ બ્રોડકાસ્ટર NOS એ લખ્યું કે, અમારા સંવાદદાતા ડેન દાસને 12:00 વાગ્યે સુરક્ષા રક્ષકોએ કેમેરાથી દૂર ખેંચી લીધા. કમનસીબે, ચીનમાં પત્રકારો માટે આ એક દૈનિક વાસ્તવિકતા બની ગઈ છે. તે ઠીક છે અને થોડીવાર પછી તેની સાથે શું બન્યુ તે કહેવા માટે પૂરી રીતે સક્ષમ હશે.

આ પણ વાંચો – Wow! / Jio Fiber ને ટક્કર આપવા આવ્યું Tata Play Fiber, યુઝર્સને રૂ. 1,150 નો ફ્રી હાઈ ઈન્ટરનેટ સ્પીડ પ્લાન ઓફર

આપને જણાવી દઈએ કે, આરિફ ખાન બેઈજિંગ વિન્ટર ઓલિમ્પિકમાં ભાગ લેનાર ભારતનો એકમાત્ર એથ્લેટ છે. J&Kનો આરિફ 13 ફેબ્રુઆરીએ જાયન્ટ સ્લેલોમ ઈવેન્ટમાં અને 16 ફેબ્રુઆરીએ સ્લેલોમ ઈવેન્ટમાં ભાગ લેશે.