Not Set/ રાજકોટના ઈજાગ્રસ્ત યુવકને 108ના પાઈલોટે હોસ્પિટલની બદલે ચોટીલા પોલીસમથકે લઈ ગઈ

108 એમ્બ્યુલન્સ ઈજાગ્રસ્તને લઈને હોસ્પિટલના બદલે પોલીસ સ્ટેશને પહોંચી હતી. જેમાં પોલિસ મથકમાં નશાખોર ઇજાગ્રસ્ત પોલીસ જોતા પોપટ થઈ ગયો હતો.

Gujarat
Untitled 75 રાજકોટના ઈજાગ્રસ્ત યુવકને 108ના પાઈલોટે હોસ્પિટલની બદલે ચોટીલા પોલીસમથકે લઈ ગઈ

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા હાઈવે પરથી કોઈ વ્યક્તિએ ઈમરજન્સી 108ને ફોન કરતા ઘટનાસ્થળેથી ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ ઈજાગ્રસ્તને લઈને હોસ્પિટલના બદલે પોલીસ સ્ટેશને પહોંચી હતી. જેમાં પોલિસ મથકમાં નશાખોર ઇજાગ્રસ્ત પોલીસ જોતા પોપટ થઈ ગયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાથી આશરે 3 કી. મી. દૂર રાજકોટ તરફથી કોઈ વ્યક્તિએ હાઇવે પર અકસ્માતની ઘટના જોઈ અને 108 એમ્બ્યુલન્સને કોલ કરવામાં આવ્યો હતો. અને 108 એમ્બ્યુલન્સ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં માણસોના ટોળા ભેગા થયેલા હતા. તે દરમિયાન 108ના પાયલોટ અને ઇએમટીએ જોયુ તો અકસ્માતનો બનાવ હતો. અને આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિ લોહિલુહાણ હાલતમાં હતો.

એ ઇજાગ્રસ્ત વ્યક્તિને લઇને 108 એમ્બ્યુલન્સ વાન ચોટીલા હોસ્પિટલ જવા રવાના થઈ હતી. તે સમયે 108 એમ્બ્યુલન્સના પાયલોટ એમ્બ્યુલન્સ ચલાવી રહ્યા હતા. અને ડોક્ટર એમ્બ્યુલન્સની અંદર ઇજાગ્રસ્ત પાસે હતા. ત્યારે ડોક્ટરે જોયુ તો ઇજાગ્રસ્ત ચકચુર નશાની હાલતમાં હતો. એમ્બ્યુલન્સ ચોટીલા તરફ જઈ રહી હતી તે દરમિયાન કોઈપણ કારણો વગર ઇજાગ્રસ્ત 108ના ડોક્ટરને ગાળો દેવાની ચાલુ કર્યુ હતુ. તેમજ કોઇ પણ જાતના કારણ વગર હાથા પાઈની પણ કોશિશ કરવામાં આવી હતી. જેને કારણે 108 એમ્બ્યુલન્સના પાયલોટે એમ્બ્યુલન્સને દવાખાના લઇ જવાના બદલે સીધી પોલીસ સ્ટેશન લઈ જવી પડી હતી.

જ્યાં ઇજાગ્રસ્ત પોલીસ પાસે પોપટ જેવો થઈ ગયો હતો. અને પોલીસની હાજરીમાં 108ના ડોક્ટરને ઈજાગ્રસ્તને સારવાર આપવામાં આવી હતી. બાદમાં એમ્બ્યુલન્સ દ્વારા ચોટીલા રેફરલે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. અને એમ્બ્યુલન્સમાંથી નીચે ઉતરતા જ ત્યાંથી ઇજાગ્રસ્ત સીધો હાઇવે તરફ ચાલતી પકડી હતી. મુદ્દાની વાત તો એ છે કે, નશાની હાલતમાં એમ્બ્યુલન્સ દ્વારા એક નશાખોરને પોલીસ સ્ટેશન લાવવામા આવ્યો હોય અને તેની સામે કોઈપણ ગુનો દાખલ થયેલો નથી. આ નશાખોર ઇજાગ્રસ્ત રાજકોટના ભગવતી પરાનો મુકેશભાઈ વજાભાઈ નામનો શખ્સ હતો. જો પોલીસ સ્ટેશને પહોંચાડેલા નશાખોરને પોલીસ તગેડી મૂકતી હોય તો નશાખોરો માટે તો મોકળુ મેદાન જ ગણાય.