Cricket/ જડબાતોડ જવાબ ! સિડની ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા પર એક સમયે હારનો તોળાતો હતો ખતરો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સિડની ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી છે. આર. અશ્વિન અને હનુમા વિહારી ભારત માટે ધ વોલ સાબિત થયા અને ઓસ્ટ્રેલિયન બોલર્સને વિકેટ લેવા માટે થકવી દીધા હતા.

Sports
sydeny જડબાતોડ જવાબ ! સિડની ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા પર એક સમયે હારનો તોળાતો હતો ખતરો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સિડની ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી છે. આર. અશ્વિન અને હનુમા વિહારી ભારત માટે ધ વોલ સાબિત થયા અને ઓસ્ટ્રેલિયન બોલર્સને વિકેટ લેવા માટે થકવી દીધા હતા. ભારતે મેચના પાંચમા દિવસે પાંચ વિકેટે 334 રન બનાવ્યા હતા. અશ્વિન 39 તથા વિહારી 23 રન બનાવી અણનમ રહ્યા હતા. અશ્વિને 128 તથા વિહારીએ 161 બોલનો સામનો કર્યો હતો.

જડબાતોડ જવાબ !

ટીમ ઇન્ડિયા પર એક સમયે હારનો તોળાતો હતો ખતરો
પંત-પૂજારાના આઉટ થયા બાદ ઓસ્ટ્રેલિયાનો હતો નિશ્ચિત વિજય
સંકટ સમયે વિહારી બન્યો ટીમ ઇન્ડિયાનો હનુમાન
ઓસ્ટ્રેલિયા પર અશ્વિન બન્યો આફત

ભારતની હાર લગભગ નક્કી દેખાતી હતી, આવા સમયે સ્ટાર બેટ્સમેને હનુમા વિહારીને જબરદસ્ત બેટિંગ કરીને ચોંકાવી દીધા છે. હનુમા વિહારીએ મેચના પાંચમા દિવસે કમાલની બેટિંગ કરી છે હેમસ્ટ્રીંગ ઇન્જરી હોવા છતાં વિહારીએ ભારતને હારથી બચાવ્યું હતું. સિડની ટેસ્ટ બચાવવા ભારતીય ટીમે જબરદસ્ત ઉત્સાહ બતાવ્યો અને ઇંજર્ડ ખેલાડીઓના સહારે પણ મેચ ડ્રો કરવામાં સફળતા મેળવી છે. ઋષભ પંત અને ચેતેશ્વર પુજારા બાદ વિહારી અને અશ્વિન ટીમ ઇન્ડિયા માટે ધ વોલ સાબિત થયા,,,, જ્યારે હનુમા વિહારી બેટિંગ કરવા આવ્યો ત્યારે એકદમ ફિટ હતો, પરંતુ રન લેતી વખતે તે ઇજાગ્રસ્ત થઇ ગયો હતો, અને તેની આંગળીઓ પર ઇજા પહોંચી હતી. ઇજા થયા બાદ લાગતુ હતુ કે ભારતીય ટીમનો વધુ એક ખેલાડી બેટિંગમાં ઓછો થઇ જશે. જોકે, આ ઇન્જરી થવા છતાં પણ વિહારીએ ધૈર્યપૂર્ણ બેટિંગ કરીને ભારતને હારથી બચાવવા જબરદસ્ત પ્રયાસ કર્યો છે.

40 વર્ષમાં ટીમ ઇન્ડિયાએ નથી રમી આવી મેરેથોન ઇનિંગ
ચોથી ઇનિંગ્સમાં બેટિંગ કરીને રમી 131 ઓવર
અશ્વિન- વિહારીએ બનાવ્યો અનોખો રેકોર્ડ

ટીમ ઇન્ડિયાએ છેલ્લા 40 વર્ષમાં ક્યારેય ટેસ્ટની ચોથી ઇનિંગ્સમાં આટલી ઓવર બેટિંગ કરી નથી. તેમણે છેલ્લે 1979માં પાકિસ્તાન સામે દિલ્હી ખાતે 131 ઓવર બેટિંગ કરીને મેચ ડ્રો કરાવી હતી. રવિચંદ્રન અશ્વિન અને હનુમા વિહારીએ છઠ્ઠી વિકેટ માટે 258 બોલમાં 62 રનની ભાગીદારી કરી. અશ્વિને 128 બોલમાં 7 ફોરની મદદથી 39 રન કર્યા. જ્યારે વિહારીએ 161 બોલમાં 4 ફોરની મદદથી 23 રન કર્યા. આ છઠ્ઠી વિકેટ માટે બોલના માર્જિનથી સૌથી મોટી પાર્ટનરશિપ છે.

પંતના પ્રહારથી ઓસ્ટ્રેલિયા હક્કા બક્કા
ઇંજરી વચ્ચે પણ સ્ફોટક 97 રન ફટકાર્યા
પંતે 12 ચોગ્ગા અને 3 છગ્ગાનો કર્યો પ્રહાર

ટીમ ઇન્ડિયાના વિકેટકીપર રિષભ પંત 5માં ક્રમ પર બેટિંગ કરવા આવ્યો હતો. ખરાબ ફોર્મમાં ચાલી રહેલ હનુમા વિહારીની જગ્યાએ રિષભ પંત આગળ બેટિંગ કરવા આવ્યો હતો અને ઇજાગ્રસ્ત હોવા છતાં શાનદાર બેટિંગ કરતાં તેણે હાફ સેન્ચુરી ફટકારી દીધી હતી. જોકે રિષભ પંત આ ઇનિંગમાં સેન્ચુરી મારવાથી ચૂકી ગયો હતો. 97 રનની ઇનિંગમાં પંતે 12 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.

રહાણે દિવસના પ્રારંભે જ થયો આઉટ
રહાણેના આઉટ થયા બાદ પૂજારા બન્યો ધ વૉલ
77 રનની ઇનિંગ્સ રમીને ઓસ્ટ્રેલિયાની જીતનો કોળિયો છીનવ્યો
પુજારા અને પંતે ચોથી વિકેટ માટે 148 રન જોડ્યા

રહાણેના આઉટ થતાની સાથે જ રિષભ પંત બેટિંગમાં આવ્યો હતો, આવતાની સાથે જ પંતે ફટકાબાજી શરૂ કરી દીધી તો પૂજારાએ એક છેડો સાચવી રાખીને ટીમ ઇન્ડિયાના ધ વોલ તરીકેની ફરજ અદા કરી, પુજારા 205 બોલમાં 77 રન કરી જોશ હેઝલવુડના બોલ પર આઉટ થયો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…