સૈયદ મુસ્તાક અલી ટ્રોફી/ ગુજરાતની ટીમે મણિપુરને માત આપીને નોકઆઉટ સ્ટેજ માટે કર્યું ક્વોલિફાય

સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફી: ચિરાગ ગાંધી અને ચૌહાણ સૌરવની ઝંઝાવાતી બેટિંગની મદદથી ગુજરાની ટીમ મણિપુરને માત આપી

Sports
મુસ્તાક અલી ટ્રોફી ગુજરાતની ટીમે મણિપુરને માત આપીને નોકઆઉટ સ્ટેજ માટે કર્યું ક્વોલિફાય

અમદાવાદ: ગુજરાતે શુક્રવારે રાંચીમાં મણિપુર સામે છ વિકેટથી જીત મેળવીને સૈયદ મુસ્તાક અલી T20 ટ્રોફી 2023ના નોકઆઉટ સ્ટેજમાં પ્રવેશ કર્યો છે. પ્રથમ બેટિંગ કરતા મણિપુરની ટીમ 17.5 ઓવરમાં 137 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ગુજરાતના બોલર ચિંતન ગજા અને અરઝાન નાગવાસવાલાએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.

મણિપુર ટીમે આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ગુજરાતની ટીમે 13.1 ઓવરમાં જ જીત મેળવી લીધી હતી. ગુજરાત તરફથી લેફ્ટી સૌરવ ચૌહાણે વિસ્ફોટક બેટિંગ કરતાં 28 બોલમાં ત્રણ છગ્ગા અને ચાર બાઉન્ડ્રી સાથે 50 અને ચિરાગ ગાંધીએ ઝાંઝાવાતી બેટિંગ કરતાં માત્ર 19 બોલમાં 48 રન ફટકાર્યા હતા. ચિરાગે પોતાની ઈનિંગમાં ચાર ફોર અને ચાર સિક્સ ફટકારી હતી. આ જીત સાથે જ ગુજરાતની ટીમે નોકઆઉટ સ્ટેજ માટે ક્વોલિફાય કર્યું.

સૌરાષ્ટ્રે ગોવાને રોમાંચક મેચમાં આપી માત

સૌરાષ્ટ્રે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં તેમનો સતત ત્રીજો વિજય નોંધાવ્યો હતો. શુક્રવારે રાંચીમાં તેની મેચમાં ગોવા સામેની રોમાંચક મેચમાં ચાર વિકેટથી માત આપી હતી. પ્રથમ બેટિંગ કરતા ગોવાએ 20 ઓવરમાં પાંચ વિકેટે 161 રન બનાવ્યા હતા. અર્જુન તેંડુલકરે 32 બોલમાં 47 રન બનાવ્યા હતા, જ્યારે સૂર્યાંશ પ્રભુદેસાઈ અને ઈશાન ગાડેકરે અનુક્રમે 45 અણનમ અને 40 રન બનાવ્યા હતા. તો સૌરાષ્ટ્ર માટે ધર્મેન્દ્રસિંહ જાડેજા અને યુવરાજ ચુડાસમાએ બે-બે વિકેટ લીધી હતી.

હાર્વિક દેસાઈએ તેનું સારું ફોર્મ ચાલુ રાખતા 39 બોલમાં 61 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગની મદદથી સૌરાષ્ટ્ર ચાર વિકેટથી જીતવામાં સફળ રહી હતી. સૌરાષ્ટ તરફથી સમર્થ વ્યાસે 44 રન બનાવ્યા હતા. શેલ્ડન જેક્સન અને ચિરાગ જાનીએ ક્રમશ: અણનમ 26 અને 15 રન સાથે સૌરાષ્ટ્રને જીત તરફ લઈ ગયા હતા. ગોવા તરફથી શુભમ તારીએ 23 રન આપીને ત્રણ વિકેટ ચટકાવી હતી.

આ પણ વાંચો- ઓસ્ટ્રેલિયા છેલ્લા બોલે જીત્યું ટુર્નામેન્ટમાં ચોથી જીત, ન્યુઝીલેન્ડની હાર

આ પણ વાંચો- Asian Para Games/ એશિયન પેરા ગેમ્સમાં ભારતે 26 ગોલ્ડ સહિત 100 મેડલ જીત્યા